For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આયુષ્માન ભારત યોજના હેઠળ 62 કરોડથી વધુ લોકો હવે મફત આરોગ્યસંભાળ માટે પાત્ર છે: પિયુષ ગોયલ

01:09 PM Apr 28, 2025 IST | revoi editor
આયુષ્માન ભારત યોજના હેઠળ 62 કરોડથી વધુ લોકો હવે મફત આરોગ્યસંભાળ માટે પાત્ર છે  પિયુષ ગોયલ
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત વર્લ્ડ હેલ્થ સમિટ (ડબલ્યુએચએસ) રિજનલ મીટિંગ એશિયા 2025ને સંબોધન કર્યું હતું. શ્રી ગોયલે કોવિડ-19 મહામારી દરમિયાન ભારતની સક્રિય અને સહાનુભૂતિપૂર્ણ વૈશ્વિક પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. વેક્સિન મૈત્રી પહેલ દ્વારા, ભારતે ઓછા વિકસિત અને નબળા દેશોને લગભગ 300 મિલિયન રસી ડોઝ પૂરા પાડ્યા હતા - ઘણા વિના મૂલ્યે - એ સુનિશ્ચિત કર્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર પાછળ ન રહી જાય. શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોવિડ-19 દરમિયાન નિકાસ નિયંત્રણો લાદનારા અન્ય ઘણાં દેશોથી વિપરીત ભારતે વસુધૈવ કુટુંબકમ – "વિશ્વ એક પરિવાર છે"ની પોતાની પ્રાચીન નીતિને વળગી રહીને તમામ માટે સમાન સુલભતાને પ્રાથમિકતા આપી છે.

Advertisement

આ પ્રસંગે બોલતા પિયુષ ગોયલે આભારની લાગણી વ્યક્ત કરી હતી કે, એશિયામાં પ્રથમ ડબલ્યુએચએસ પ્રાદેશિક બેઠક "સ્વાસ્થ્ય સમાનતા સુનિશ્ચિત કરવા માટે સુલભતા વધારવા" પર કેન્દ્રિત હતી. તેમણે નોંધ્યું હતું કે, ગુણવત્તાયુક્ત હેલ્થકેરની સુલભતા એ સ્થાયી વિકાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે તથા તમામ માટે હેલ્થકેરની વધારે પહોંચ હાંસલ કરવાની ભારતની સફર સહિયારી છે. મંત્રીએ રોગચાળા દરમિયાન વૈશ્વિક નેતાઓ સાથેની વ્યક્તિગત વાતચીતને યાદ કરી હતી અને નોંધ્યું હતું કે, ભારતે કેવી રીતે વાજબી કિંમતે મહત્ત્વપૂર્ણ દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો, જે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીમાંથી નફો રળવાનાં વલણનો પ્રતિકાર કરે છે.

સ્વાસ્થ્ય સમાનતાનાં વિષયને સંબોધતા પિયુષ ગોયલે મામૂલી સંવર્ધિત નવીનતાઓ મારફતે ફાર્માસ્યુટિકલ પેટન્ટને વિસ્તારવાનાં પ્રયાસોની આકરી ટીકા કરી હતી, જે લાખો લોકોને પરવડે તેવી દવાઓની સુલભતાથી વંચિત કરી શકે છે. તેમણે ડબ્લ્યુ.એચ.એસ. પ્રતિનિધિઓને દૂરના પ્રદેશોમાં પણ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પહોંચાડવાના ભારતના પ્રયત્નોનો અનુભવ કરવા વિનંતી કરી. પિયુષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દુનિયામાં સૌથી મોટો સરકાર દ્વારા પ્રાયોજિત સ્વાસ્થ્ય વીમા કાર્યક્રમ આયુષ્માન ભારત યોજના અંતર્ગત 620 મિલિયનથી વધારે લોકો નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા માટે પાત્ર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની કટિબદ્ધતા ક્યારેય નફાથી પ્રેરિત નથી, પણ કરુણાથી પ્રેરિત છે.

Advertisement

પિયુષ ગોયલે કહ્યું હતું કે, "અમારા માટે હેલ્થકેર એટલે માત્ર બીમાર દર્દીનો ઇલાજ કરવૌ ઐ જ નહીં. હેલ્થકેર એ નિવારક આરોગ્યસંભાળ છે, તે સુખાકારી છે, તે માનસિક આરોગ્યસંભાળ છે, અને તેનો અર્થ એ છે કે સમાજને વધુ સારી જીવનશૈલી અને વધુ સારા ભવિષ્યની છત્રછાયા હેઠળ જોડવામાં આવે." તેમણે માનવ કલ્યાણ માટે ભારતનાં સંપૂર્ણ અભિગમની વિસ્તૃત જાણકારી આપી હતી તથા સ્વચ્છ ભારત અભિયાન પર પ્રકાશ પાડ્યો હતો, જે ખાસ કરીને મહિલાઓ માટે ગરિમા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે; પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં 40 મિલિયનથી વધુ ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે અને લાખો મકાનોનું નિર્માણ થઈ રહ્યું છે. જલ જીવન મિશન, જેણે નળના પાણીની પહોંચને 30 મિલિયનથી વધારીને 160 મિલિયન ગ્રામીણ ઘરો કરી છે; ઉજ્જવલા યોજના, જે મહિલાઓને ઘરની અંદર વાયુ પ્રદૂષણથી બચાવવા માટે મફત રાંધણ ગેસ કનેક્શન પ્રદાન કરે છે; અને રોગચાળા દરમિયાન અને તે પછીના 800 મિલિયન નાગરિકોને મફત અનાજનું વિતરણ કરશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી, સ્વચ્છ વાતાવરણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી અને આર્થિક સશક્તિકરણ સંયુક્તપણે ખરા અર્થમાં સ્વસ્થ સમાજનો પાયો છે. તેમણે વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્ડા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીને આ કાર્યને બંધ કર્યું હતું અને તમામ દેશોને વિશ્વના દરેક નાગરિક માટે સ્વસ્થ, વધારે સમાન ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી.

Advertisement
Tags :
Advertisement