For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ગ્રાહક નિવારણ કમિશનમાં 40,000થી વધુ કેસ પેન્ડિંગ

03:35 PM Dec 24, 2024 IST | revoi editor
ગુજરાત ગ્રાહક નિવારણ કમિશનમાં 40 000થી વધુ કેસ પેન્ડિંગ
Advertisement
  • છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહક સંબંધીત 4026 ફરિયાદો નોંધાઈ,
  • ત્રણ વર્ષમાં માત્ર 28 ટકા કેસનો જ નિકાલ,
  • 22 જિલ્લાઓમાં ગ્રાહક કમિશનના પ્રમુખોની જગ્યાઓ ખાલી

અમદાવાદઃ ગુજરાતની તમામ અદાલતોમાં કેસોનું ભારણ વધતું જાય છે. જેના લીધે દરેક કોર્ટમાં કોસનો ભરાવો થઈ રહ્યો છે. આજે 24 ડિસેમ્બરનો દિન ગ્રાહકોમાં જાગરૂકતા લાવવા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ દેશમાં સૌથી વધુ ગ્રાહક સંબંધિત કેસ થયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથાક્રમે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં લોકસભામાં આપેલી માહિતી મુજબ, ઓક્ટોબર 2024ની સ્થિતિએ ગુજરાતમાં 40,288 ગ્રાહક સંબંધિત કેસ રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પેન્ડિંગ છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં મહત્વના પદ પર અનેક જગ્યાઓ ખાલી હોવાથી કેસનું ભારણ વધતું જાય છે. અને લોકોને સમયસર ન્યાય મળતો નથી.

Advertisement

ગુજરાતમાં જિલ્લા ગ્રાહક કમિશનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ગ્રાહક સંબંધિત 4016 ફરિયાદો નોંધાઇ છે. જેમાંથી માત્ર 28% એટલે કે 1129 કેસનો જ નિકાલ થયો છે. આ ઉપરાંત દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 22 જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખોની જગ્યા ખાલી છે. રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં 49 સભ્યોની જગ્યા ભરાયેલી નથી. તે પણ દેશમાં સૌથી વધુ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગુજરાતના 22 જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રમુખોની જગ્યા ખાલી છે. તેમજ જિલ્લાઓમાં 46 સભ્યોની જગ્યા પણ ભરાયેલી નથી. એ પણ દેશમાં સૌથી વધુ છે. જ્યારે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 3 સભ્યોની જગ્યા ખાલી છે. દેશમાં વિવિધ રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 188 પ્રમુખની જગ્યા ખાલી છે. જ્યારે 491 સભ્યોની જગ્યા પણ ભરાયેલી નથી. તેથી ગ્રાહક કમિશનમાં કેસનું ભારણ વધતું જાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement