For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 18.95થી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળશે, રાત્રીના ઉજાગરામાંથી મુક્તિ

04:56 PM Dec 24, 2024 IST | revoi editor
ગુજરાતમાં 18 95થી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળશે  રાત્રીના ઉજાગરામાંથી મુક્તિ
Advertisement
  • બાકી 632 જેટલા ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે
  • 17193 ગામોમાં 20.51 લાખથી વધુ કૃષિ વીજ જોડાણો અપાયા
  • Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે ગુજરાત દેશમાં અગ્રેસર

ગાંધીનગરઃ 'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96 ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના કુલ 18225  ગામ પૈકી 17193 ગામમાં 2051145 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી 16.561 ગામના 18.95.744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ઊર્જામંત્રી  કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

Advertisement

ઊર્જા મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, "કિસાન સૂર્યોદય યોજના" અંતર્ગત 96 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા 4 ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામના 1.55.401 જેટલા ખેડૂતોને એટલે કે 4 ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઊર્જામંત્રી દેસાઈએ જણાવ્યું કે, દિવસે વીજળી મેળવી રહેલા 16.561  ગામના ખેડૂતો પૈકી 11927  ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 અને સવારે 9થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4.634 ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5 થી 1 બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Advertisement

ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, સુશાસનના ભાગ રૂપે આજે ગાંધીનગર જિલ્લામાં નાના ચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે 251 જેટલા અધિકારી - કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.

વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને 3 વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3-4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ 2238  યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ 1255 કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલા “પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશના ૧ કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં 2 લાખ 42 હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર 900 મેગા વોટથી વધુ  ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

Advertisement
Tags :
Advertisement