For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન

02:43 PM Dec 01, 2024 IST | revoi editor
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન
Advertisement
  • રાજયપાશ્રી આચાર્ય દેવવ્રતજીએ જ્ઞાનકુંભ પ્રદર્શન ખુલ્લું મૂક્યું,
  • ગુજરાત સહિત 6 રાજ્યોનું જ્ઞાનકુંભ પ્રદર્શન,
  • રાજ્યપાલે તમામ સ્ટોલની મુલાકાત લીધી

અમદાવાદઃ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં ભારતના ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ રાજ્યોનો જ્ઞાનકુંભ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં દ્વિ-દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.

Advertisement

આ શૈક્ષણિક પ્રદર્શનમાં વિવિધ રાજ્યોના વિશ્વ વિદ્યાલયો, મહાવિદ્યાલયો, શાળાઓ અને શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. તા.1 ડિસેમ્બર સુધી યોજાનારા આ પ્રદર્શનમાં 16 યુનિવર્સિટી, 28 પ્રતિભાંવિત શાળાઓ અને 8 જેટલા પ્રયોગશીલ શિક્ષકોએ ભાગ લઈ રહ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી.

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત આ પ્રદર્શનની  મુલાકાત વેળાએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ   ડૉ. હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ  નિખિલ ભટ્ટ સહિત ગુજરાત વિદ્યાપીઠના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ,તેમજ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement