For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 25 IPS અધિકારીની સાગમટે બદલીના આદેશ

11:05 AM Dec 10, 2024 IST | revoi editor
ગુજરાતમાં 25 ips અધિકારીની સાગમટે બદલીના આદેશ
Advertisement

ગાંધીનગરઃ ગુજરાતમાં 25 IPS અધિકારીની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે. શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે.

Advertisement

રાજ્યના 25 IPS અધિકારીની એકસાથે બદલી કરવામાં આવી છે. સોમવારની મોડી રાતે બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સિનિયર IPS અધિકારી શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોમાં યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઈમમાં રહેલા રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત લાંબા સમયથી ખાલી પડેલી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 ની જગ્યા પર જયપાલસિંહ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ સ્પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. તો, રાજકોટ ગ્રામ્યના ડીઆઇજી તરીકે જયપાલસિંહ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement