રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો
- હંગામાને પગલે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ
- હવે બુધવારે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવશે
નવી દિલ્હીઃ રાજ્યસભાના શિયાળા સત્રનો આજે પ્રારંભ થયો હતો. રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડમાં દિવંગત સાંસદોની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રાજ્યસભાની કામગીરી શરૂ થતાની સાથે જ વિપક્ષે હંગામો મચાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજયસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલત્વી રાખ્યો હતો. હવે બુધવારે ગૃહની કાર્યવાહી હાથ ધરાશે.
રાજ્યસભાની કાર્યવાહીની શરૂઆત સાથે જ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દા ઉપર હંગામો મચાવ્યો હતો. તેમજ ચર્ચા કરવાની માંગણી કરી હતી. પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે નિયમોને ટાંકીને તેને મંજૂરી આપી ન હતી. હંગામાને કારણે રાજ્યસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહી 11.45 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. રાજ્યસભાની કાર્યવાહી 11.45 વાગ્યે ફરી શરૂ થઈ, પરંતુ વિપક્ષે ફરી હંગામો શરૂ કર્યો. આ અંગે નારાજગી વ્યક્ત કરતા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી હતી. બંધારણ દિવસના અવસર પર આવતીકાલે એટલે કે મંગળવારે ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે નહીં. આવી સ્થિતિમાં બુધવારે ફરીથી ગૃહની કાર્યવાહી શરૂ થશે.