ઓપરેશન સિંદૂરઃ ભારતે પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ જામ કર્યું હતું
નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને નવા આતંકવાદી અડ્ડાઓને નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર ડ્રોન અને મીસાઈલ વડે હુમલો કર્યો હતો. જેનો ભારતે વળતો જવાબ આપીને કેટલાક એરબેઝને નુકશાન કર્યું હતું. ભારત સરકારે પાકિસ્તાન સ્થિત ચાઈનાએ આપેલા એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કર્યું હોવાનું જાણવા મળે છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં આતંકવાદ વિરૂદ્ધ રોષ ફેલાયો હતો. ભારતે પણ આતંકવાદીઓનો સફાયો કરવાનું પ્રણ લેતાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને POKમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા હતાં. 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.
આ ઓપરેશનની ખાસિયત એ છે કે, ભારતીય વાયુસેનાએ માત્ર 23 મિનિટ સુધી પાકિસ્તાનની ચીન નિર્મિત એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. પાકિસ્તાનના નૂર ખાન અને રહીમ યાર ખાન જેવા ટોચના પાકિસ્તાની એરબેઝને ટાર્ગેટ કર્યા હતાં. લૉઈટરિંગ મ્યુનિશન અર્થાત આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરી દુશ્મનના રડાર, મિસાઈલ સિસ્ટમ અને હાઈ-વેલ્યૂ ટાર્ગેટને ધ્વસ્ત કર્યા હતાં.