For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં કાલે સોમવારથી ઘેરબેઠા ઓનલાઈન લર્નિંગ લાયસન્સ મળશે,

03:58 PM Jul 06, 2025 IST | revoi editor
ગુજરાતમાં કાલે સોમવારથી ઘેરબેઠા ઓનલાઈન લર્નિંગ લાયસન્સ મળશે
Advertisement
  • અરજી પછી 7 દિવસ ફરજિયાત રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે,
  • 16થી 18 વર્ષના અરજદારે વાલીનું સંમતિ પત્ર અપલોડ કરવું પડશે,
  • અરજદારોએ ઓનલાઈન પરીક્ષા આપવી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં આવતી કાલ તા.7મી જુલાઈને સોમવારથી ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધાનો પ્રારંભ થશે. લર્નિંગ લાયસન્સ મેળવવા માટે પરીક્ષાથી લઈને તમામ કાર્યવાહી ઓનલાઈન કરવાની રહેશે, લર્નિંગ લાયસન્સ માટે સૌથી પહેલા લોકોએ પરિવહન પોર્ટલ પર જઈ ક્યાં માધ્યમથી લાઇસન્સ લેવું છે તેની પસંદગી કરવાની રહેશે, જેમાં ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ મેળવવા ઈચ્છતા લોકોએ અરજી કર્યાના સાત દિવસની અંદર પોર્ટલ પર ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે, જે પરિવહન પોર્ટલ પર જ મળી જશે. ટ્યુટોરિયલ જોયા બાદ લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ પેન્ડિંગ રહેશે. ત્યાર બાદ તેના માટેની પરીક્ષા આપી શકાશે.

Advertisement

ગુજરાતમાં કાલે તા. 7મી જુલાઈથી ઘેરબેઠા જ ઓન લાઈન લર્નિંગ લાયસન્સ મળે તેવી સુવિધાનો પ્રારંભ થશે. અરજદારોએ લર્નિંગ લાયસન્સ મેળવવા માટે હવે આરટીઓ કચેરી સુધી ધક્કો ખાવો પડશે નહીં, અરજદારોએ પરિવહન પોર્ટલ પર જઈ ક્યાં માધ્યમથી લાઇસન્સ લેવું છે તેની પસંદગી કરવાની રહેશે, જેમાં ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ મેળવવા ઈચ્છતા લોકોએ અરજી કર્યાના સાત દિવસની અંદર પોર્ટલ પર ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે, જે પરિવહન પોર્ટલ પર જ મળી જશે. ટ્યુટોરિયલ જોયા બાદ લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ પેન્ડિંગ રહેશે. ત્યાર બાદ તેના માટેની પરીક્ષા આપી શકાશે. પરીક્ષા આપવા માટે અરજદારોનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, જેથી મોબાઇલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઇન ટેસ્ટ આપી શકાશે. આધાર કાર્ડમાં જે વિગતો હશે તે વિગતો એડિટ કરી શકાશે નહિ, તે સિવાયની વિગતો એડિટ કરી શકાશે.

આ ઉપરાંત જો 16થી 18 વર્ષના અરજદારે અરજી કરવી હોય તો તેઓએ વાલીનું કન્સેન્ટ ફોર્મ તેમની સહી સાથે અપલોડ કરવાનું રહેશે. જોકે દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે નહિ. તેમણે કચેરી ખાતે આવીને લર્નિંગ લાઇસન્સ મેળવવાનું રહેશે. જો કોઈ દિવ્યાંગ ઉમેદવાર સામાન્ય કેટેગરીમાં લર્નિંગ લાઇસન્સ લેશે અને પછીથી પકડાશે તો લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરી શકાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement