ઉધમપુરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ
ઉધમપુર : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ફરીથી આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે. ઉધમપુરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ માટે સેના અને પોલીસે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન થયેલી અથડામણમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેઓ સારવાર દરમિયાન શહીદ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ઉધમપુરના ડૂડુ-બસંતગઢ વિસ્તાર અને ડોડાના ભદ્રવાહ ખાતે આવેલા સેઓજધાર જંગલની સીમા પર ખાસ ઓપરેશન ગ્રુપ (SOG) અને સેનાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. અથડામણ દરમિયાન આતંકવાદીઓની ગોળીબારથી એક જવાન ઘાયલ થયો હતો, દરમિયાન તેઓ શહીદ થયાં હતા. ઘટના બાદ વિસ્તારને કડક સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યો હતો. શનિવારે સવારથી ફરી સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જંગલ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે ડ્રોન અને ડોગસ્કવોડ સાથે વધારાના દળોને તહેનાત કરવામાં આવ્યા છે. છેલ્લી માહિતી સુધી આતંકવાદીઓનો કોઈ પત્તો મળ્યો નથી.