હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

માણસાના અંબોડ ગામે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

05:34 PM Feb 04, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં માણસાના અંબોડ નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ કલોક હાઈવે પર સર્જાયો હતો. જેમાં ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલા 5 પ્રવાસીઓનો બચાવ થયો હતો.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, માણસા તાલુકાના અંબોડ ગામે શિવશક્તિ હોટલ સામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ખેડૂત પરિવારે પોતાનો મુખ્ય આધાર ગુમાવ્યો છે. દેલવાડ ગામના પ્રહલાદજી ઈશ્વરજી ઠાકોર (ઉં. વ.45) શાકભાજી વેચવા માટે ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા, ત્યારે એક આઈવા ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રહલાદજીને માથા, બંને પગ અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ માણસા અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પ્રહલાદજી પોતાના પરિવારમાં પત્ની લીલાબેન, બે પુત્રો અને એક પુત્રી છોડી ગયા છે. તેઓ ગામના ગજેન્દ્રસિંહ વાઘેલાના ટ્રેક્ટર દ્વારા શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. માણસા પોલીસે આ ગંભીર અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

બીજા અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, કલોલ હાઇવે પર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં લગ્ન પ્રસંગમાંથી પરત કડી જતી કારમાં બેઠેલા બાળક સહિત 5 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર ડ્રાફિક જામ થઇ ગયો હતો.

Advertisement

કલોલ હાઇવે પર છત્રાલથી આવતુ ટેન્કર અમદાવાદ તરફ જઇ રહ્યુ હતું અને કડીનો પરિવાર એક કારમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત જઇ રહ્યો હતો. ત્યારે કલોલ હાઇવ પર ગાયત્રી મંદિર સામે કાર અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા જોરદાર અક્સમાત સર્જાયો હતો. જો કે કારમાં બેઠેલા બે પુરૂષ, બે મહિલા અને એક બાળકનો આબાદ બચાવ થયો હતો. હાઇવે વચ્ચે બન્ને વાહનો અટવાઇ જતા બન્ને તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે પોલીસે આવી ટ્રાફિક હળવો કર્યો હતો.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmanasaMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesone killedPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartruck-tractor accidentviral news
Advertisement
Next Article