હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક કારે બાઈકને અડફેટે લેતા એકનું મોત

05:18 PM May 20, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરફાટ ઝડપે કારેચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે બાઈકને ટક્કર માર્યા બાદ ડિવાઈડર કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું મોત નિપજ્યુ હતું જ્યારે બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. બાઈકચાલક મૃતક સંદીપ લાલસિંહ સેંગર (ઉંમર 40 )  છત્રાલમાં રહેતો હતો અને મૂળ ઉત્તરપ્રદેશના વતની હતો તે ઓસવાલ ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. અકસ્માત સમયે તેની સાથે રુદ્રા કંપનીના સુપરવાઇઝર અભિષેક અરુણ ઠાકુર પણ હતા.  અમદાવાદ તરફથી આવી રહેલી GJ 02 EG 5274 નંબરની કાર પૂરપાટ ઝડપે આવી અને સંદીપની UP 92 6484 નંબરની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર ચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી અને ઝાડ સાથે અથડાવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે કલોલના છત્રાલમાં રહેતો સંદીપ લાલસિંહ સેંગર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. તે ઓસવાલ ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. અકસ્માત સમયે તેની સાથે રુદ્રા કંપનીના સુપરવાઇઝર અભિષેક અરુણ ઠાકુર પણ હતા. અમદાવાદ તરફથી પૂરફાટ ઝડપે ધસી આવેલી કાર બાઈક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર એટલી તેજ સ્પીડમાં હતી કે ચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી અને ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા સંદિપનું મોત થયુ હતુ.. જ્યારે તેની સાથેના વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharAhmedabad-Mehesana HighwayBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesone killed after car hits bikePopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article