અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ પ્રેક્ષકોએ ઓર્ગન ડોનેશનની લીધી પ્રતિજ્ઞા
• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચના પ્રારંભે પ્રેક્ષકોએ લીધા શપથ
• BCCIના ચેરમેન જય શાહએ ઓર્ગન ડોનેશનનો વિશ્વભરમાં સામાજિક સંદેશો પહોંચાડ્યો,
• લાખો પ્રેક્ષકોએ ઓર્ગન ડોનેશન માટે કરાયેલ ખાસ પહેલને વધાવી લીધી
અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભરત અને ઈગ્લેન્ડ વચ્ચે ક્રિકેટનો રોમાંચક મુકાબલો શરૂ થયો હતો. મેચના પ્રારંભે એક સાથે એક લાખથી વધુ ક્રિકેટ રસિકો અંગદાનના લેશે શપથ લીધા હતા. ICC ચેરમેન પદ લીધા બાદ જય શાહે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચમાં ઓર્ગન ડોનેશન માટે ખાસ કેમ્પેઇન કરીને સામાજિક જાગૃતિનો સંદેશ પોહચાડવા પ્રયાસ કર્યો હતો. ઓર્ગન ડોનેશન માટે કરાયેલ ખાસ પહેલ મેચની ટિકિટમાં પણ છાપવામાં આવી હતી .ICC ચેરમેન જય શાહની પહેલમાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. અમદાવાદ શહેર બીજેપી ઉપાધ્યક્ષ દર્શક ઠાકરે અંગદાનના શપથ લીધા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચનો પ્રારંભ થયો હતો. આ મેચના પ્રારંભે "Donate Organs, Save Lives" નામનું જાગૃતિ અભિયાનનો પ્રારંભ ICCના ચેરમેન જય શાહે કર્યો હતો. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યુ હતુ. મેચ જોવા આવેલા એક સાથે એક લાખથી વધુ ક્રિકેટ રસિકો અંગદાનના શપથ લીધા હતા. ICC ચેરમેન પદ લીધા બાદ જય શાહએ પ્રથમ વખત યોજાઈ રહેલી આંતરરાષ્ટ્રીય મેચમાં ઓર્ગન ડોનેશન માટે ખાસ કેમ્પેઇન કરીને મનોરંજન સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પોહચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઓર્ગન ડોનેશન માટે કરાયેલ ખાસ પહેલ મેચની ટિકિટમાં પણ છાપવામાં આવી હતી..ICC ચેરમેન જય શાહની પહેલમાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. અમદાવાદ શહેર બીજેપી ઉપાધ્યક્ષ દર્શક ઠાકરે અંગદાનના શપથ લીધા હતા.
આ અભિયાનને લઈને ઐતિહાસિક એવા સ્ટેડિયમથી વધુ એકવાર વિશ્વભરમાં સામાજીક સંદેશ પહોંચાડાયો હતો. જેમાં મેચ જોવા આવેલા પ્રેક્ષકોએ અંગદાનની જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.. આ અંગે વધુ વિગતો આપતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારતની જે વન-ડે સિરીઝ રમાઈ રહી છે, તે મેચ દરમિયાન એક સામાજીક કાર્યક્રમ તે ગુજરાતના જ આપણા પોતાના જયભાઈના નેતૃત્ત્વની નીચે, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, રેડક્રોસ અને BCCI સાથે મળીને એક અભિગમ ઊભો કર્યો છે કે ઓર્ગન ડોનેશનમાં લોક જાગૃતિ ઊભી થાય, તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ સાથે મેચ દરમિયાન હાજર પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞાલીધી હતી.
આ અભિયાન શરૂ થાય તે પહેલાં, BCCI દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં, વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ ઓર્ગન ડોનેશન કરીને હજારો લોકોના જીવ બચાવવાનો મેસેજ આપી રહ્યા છે.