For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત, સાયલામાં 40 ફુટ ઊંડી ખીણમાં છકડો-રિક્ષા ખાબકી

05:50 PM Sep 04, 2025 IST | Vinayak Barot
લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત  સાયલામાં 40 ફુટ ઊંડી ખીણમાં છકડો રિક્ષા ખાબકી
Advertisement
  • લીંબડી હાઈવે પર રળોલ ગામના પાટિયા પાસે ઈકોકાર ટ્રક પાછળ ઘૂંસી ગઈ,
  • લીંબડીના જાણીતા વેપારીના પૂત્રનું મોત, એકને ઈજા,
  • સાયલાના જુના જશાપર ગામ પાસે છકડો-રિક્ષા 40 ફુટ ખાણમાં ખાબકતા 5ને ઈજા

અમદાવાદઃ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ અકસ્માતનો બનાવ બન્યો હતો. લીંબડી નજીક રળોલ ગામના પાટિયા પાસે આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55 વર્ષીય પુત્ર રાજેશભાઈ હસનલીભાઈ કોઠિયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે બીજા બનાવમાં  સાયલા તાલુકાના જુના જસાપર ગામ નજીક છકડો રિક્ષા 40 ફૂટ ઊંડી બંધ ખાણમાં ખાબકી હતી. આ અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે વખતપરથી ઘર તરફ જતા રસ્તે છકડો-રિક્ષાચાલકે ટાયર બદલવાનું કામ કર્યું હતું. હાથેથી બોલ્ટ ફીટ કરતી વખતે છકડો અચાનક ખાણમાં ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મહિલા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી છે કે,  લીંબડી હાઈવે પર રળોલ ગામના પાટિલા પાસે આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55 વર્ષીય પુત્ર રાજેશભાઈ હસનલીભાઈ કોઠિયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.   જ્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશભાઈના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોમાં શોક અને આક્રંદનું વાતાવરણ છવાયું છે

Advertisement

અકસ્માતના બીજા બનાવમાં સાયલા તાલુકાના જુના જસાપર ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોટા ભડલા ગામના શ્રમિક પરિવારની છકડો રિક્ષા 40 ફૂટ ઊંડી બંધ ખાણમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને હીટાચી મશીનની મદદથી ઈજાગ્રસ્તોને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement