For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના હજીરા વિસ્તારમાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 15ને ઈજા

05:12 PM Feb 06, 2025 IST | revoi editor
સુરતના હજીરા વિસ્તારમાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત  15ને ઈજા
Advertisement
  • આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કામદારોને લઈને બસ અકસ્માતનો ભોગ બની,
  • અકસ્માતમાં બસ અને ડમ્પર પલટી ગયા
  • ડમ્પરના ચાલકે ઓવરટેક કરતાં સર્જાયો અકસ્માત

સુરતઃ શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે ડમ્પર સાથે અકસ્માત નડતા બસમાં પ્રવાસ કરી રહેલા એક કામદારનું મોત નિપજ્યું છે. જ્યારે 15થી વધુ કામદારોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના હજીરા વિસ્તારમાં પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે ખાનગી બસને ટક્કર મારતા બસ અને ડમ્પર પલટી ખાતા બસમાં પ્રવાસ કરી રહેલા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા 15 કામદારો ઘવાયા હતા. અને એક કામદારનું મોત નિપજ્યું હતું. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા 50 કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને AMNS કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બને પલટી મારી ગયા હતા. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસમાં જે લોકો સવાર હતા તે નીયો સ્ટ્રક્ટો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા જેઓ એએમએનએસ કંપનીમાં કામ માટે જતા હતા.

Advertisement

મળતી માહિતી પ્રમાણે, સુરતના સવારે 50 જેટલા કામદારો કંપનીની બસમાં  નીકળ્યા હતા. દરમિયાન બસ એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર બે પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન રેતી કપચી ભરેલું ડમ્પરે ઓવરટેક કરતા જ સામેથી બે સાયકલ સવારોને જોતા જ તેને બચાવવા જતા ડમ્પર બસ સાથે અથડાવી દીધું હતું. બસની વચ્ચોવચ ડમ્પર ધડાકાના કારણે બસ પલટી મારી ગઈ હતી અને આ સાથે જ ડમ્પર પણ પલટી મારી ગયું હતું. મેઇન રોડ પર જ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકનું મોત નિપજ્યુ હતુ.

Advertisement
Tags :
Advertisement