For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના સિન્ધૂનગર રોડ પર નાણા ઉઘરાવવાના મુદ્દે વ્યંડલો બાખડી પડ્યાં

05:33 PM Feb 21, 2025 IST | revoi editor
અમદાવાદના સિન્ધૂનગર રોડ પર નાણા ઉઘરાવવાના મુદ્દે વ્યંડલો બાખડી પડ્યાં
Advertisement
  • એક કિન્નરને છરી વાગતા હોસ્પિટલ ખસેડાયો
  • હદના મુદ્દે વ્યંડલોના બે જુથો વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલે છે
  • પોલીસે ગુનો નોંધાને તપાસ શરૂ કરી

અમદાવાદઃ  શહેરમાં પાર્ટી પ્લોટ્સ કે ગમે ત્યાં લગ્નો યોજાતા હોય ત્યાં દક્ષિણા લેવા માટે વ્યંડળો પહોંચી જતા હોય છે. દરેક વ્યડળોના જુથોએ પોતાની રીતે હદ નક્કી કરેલી હોય છે. ત્યારે ઘણીવાર હદના પ્રશ્નો વ્યંડળો વચ્ચે માથાકૂટ થતી હોય છે. ત્યારે સિન્ધુભવન રોડ પર એક લગ્ન પ્રસંગમાં દક્ષિણા ઉઘરાવવા ગયેલા વ્યંડળોના બે જુથ વચ્ચે હદના પ્રશ્ને મારામારી થતાં મામલો પોલીસ સ્ચેશન પહોંચ્યો હતો. પોલીસે ગુનાં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

શહેરના સિંધુ ભવન રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ પર ગત રાત્રીએ લગ્ન પ્રસંગમાં દક્ષીણાના નામે નાણાં પડાવવા પહોંચેલા વ્યંડળો સાથે અન્ય જુથના વ્યંડળોએ વચ્ચે  છુટા હાથની મારામારી થઇ હતી. જેમાં એક કિન્નરને હાથમાં છરીનો ઘા લાગતા હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શહેરના વટવા બીબી તળાવ પાસે આવેલા ગોલ્ડન વિલા બંગ્લોઝમાં રહેતા હિના દે કામીની દે નામનો કિન્નર તેની સાથેના સેજલમાસી, ઇશીતામાસી, ફીઝા માસી તથા જીયા માસીને લઇને સિંધુ ભવન રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ પર યજમાન વૃતિ માટે ગયા હતા. ત્યારે પાર્ટી પ્લોટની બહાર અમન શેખ અને સઇદ ડાન્સર નામના કિન્નર આવ્યા હતા અને તેમણે હિના દેને કહ્યું હતું કે તમે અહીંયા કેમ આવ્યા છો? આ અમારો વિસ્તાર છે. બાદમાં મારામારી કરીને તેની પાસે રહેલી છરી કાઢીને ફીઝા દેને મારતા બરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમયે પોલીસને જાણ કરતા બંને જણા ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. હિના દેએ દાવો કર્યો હતો કે વસ્ત્રાપુરથી સિંધુ ભવન રોડ સુધીનો વિસ્તાર તેમનો છે. અને તે આરોપીઓ હદના મામલે અવારનવાર હુમલા કરે છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement