For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર 200 કિમીમાં 4 ટોલનાકા બનાવાશે

02:39 PM Nov 22, 2024 IST | revoi editor
અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર 200 કિમીમાં 4 ટોલનાકા બનાવાશે
Advertisement
  • ચારેય ટોલનાકા પરનું બાંધકામ આખરી તબક્કામાં, પ્રથમ,
  • માર્ગ અને મકાન વિભાગે નાણાપંચને દરખાસ્ત મોકલી,
  • હાઈવેને સિક્સલેન બનાવવા 3350 કરોડ ખર્ચાયા છે

અમદાવાદઃ ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ટોલનાકા વધતા જાય છે.  આમતો 60 કિમીથી ઓછા અંતરમાં ટોલનાકું ન હોવું જોઈએ, એવો નિયમ હોવા છતાયે તેનો ભંગ થઈ રહ્યો છે. બીજી ખાસ બાબત તો એ છે. કે હાઈવે બનાવવાને ખર્ચ પુરો થઈ ગયા પછી પણ ટોલનાકાં બંધ કરવામા આવતા નથી. અને વાહનચાલકોના ખિસ્સામાંથી રોજબરોજ લાખો રૂપિયા ખંખેરવામાં આવતા હોય છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે 3350 કરોડના ખર્ચે સિક્સલેન હાઈવે બનાવવામાં આવ્યો છે. હવે હાઈવેને સિક્સલેન બનાવવા માટે કરેલો ખર્ચ વસુલવા માટે 4 સ્થળોએ ટોલપ્લાઝા ઊબા કરવામાં આવશે. ચારેય ટોલ પ્લાઝાનું કામ અંતિમ તબક્કામાં છે, જે ચાર ટોલનાકાં ઊભા કરવામાં આવશે એમાં પ્રથમ ટોલનાકુ બાવળાના ભાયલા પાસે, બીજુ ટોલનાકુ લીબડીના ટોકરાળા ગામ પાસે, ત્રીજુ નાકુ ઢેઢુંકી ગામ પાસે અને ચોથું નાકુ માલીયાસણ ગામ પાસે બનાવવામાં આવ્યુ છે.

Advertisement

અમદાવાદ-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવેના સિક્સલેનનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું છે. જોકે આ હાઈવેના વિકાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા કરાયો છે. એટલે ગુજરાત સરકાર દ્વારા હાઈવે પર ચાર ટોલપ્લાઝા ઊભા કરીને કરેલો ખર્ચ વસુલવામાં આવશે. અમદાવાદ-રાજકોટ વચ્ચે 200 કિલોમિટરના હાઈવે પર હવે ચાર ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે. તમામ ચાર નવાં ટોલનાકાંનું બાંધકામ આખરી તબક્કામાં છે. આ અંગે રોડ અને મકાન ખાતાએ રાજ્યના નાણાપંચને દરખાસ્ત પણ મોકલી આપી છે. આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલનાકાં આવે છે. તેની જગ્યાએ હવે ચાર નવી જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવશે. ચાર ટોલનાકાંમાંથી ત્રણ ટોલનાકાંનું બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે. આગામી તારીખ 1, એપ્રિલ, 2025થી 4 ટોલનાકાં પર ટેક્સ લેવામાં આવી શકે છે.

અમદાવાદથી રાજકોટ પર  પહેલું ટોલનાકું બાવળા પછી 12 કિમી દૂર ભાયલા ગામ પાસે કોરોના કંપની પાસે ઊભું કરવામાં આવ્યું છે. ત્યાર બાદ બીજું ટોલનાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે બનાવવામાં આવ્યું છે. જ્યારે ત્રીજું ટોલનાકું ઢેઢુંકી ગામ પાસે (સાયલા-ચોટીલા વચ્ચે) તેમજ ચોથું ટોલનાકું માલિયાસણ ગામ (રાજકોટથી 8 કિમી પહેલાં) બનાવવામાં આવ્યું છે. માલિયાસણ સિવાયના તમામ બીજા 3 ટોલનાકાંનું બાંધકામ અને ઉપર છતનું કામ પૂરું થવાની તૈયારીમાં છે. રાજ્યના આર એન્ડ બી વિભાગ દ્વારા આ અંગેની દરખાસ્ત રાજ્યના નાણાપંચને મોકલી આપી છે. જેમાં 4માંથી 2 ટોલનાકાંની દરખાસ્ત આર એન્ડ બી વિભાગના અમદાવાદ સર્કલ તેમજ 2 ટોલનાકાંની દરખાસ્ત રાજકોટ સર્કલ દ્વારા મોકલવામાં આવી છે. વિચારણા બાદ રાજ્યના નાણાપંચ દ્વારા કેન્દ્ર સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયને મોકલવામાં આવશે. ત્યારથી તેની મિનિટ્સ મંજૂર થઈને આવશે. ટોલ ગેઝેટ એટલે કે નોટિફિકેશન મંત્રાયલ દ્વારા જ મંજૂર થાય પછી પ્રોસેસ આગળ વધશે. કેન્દ્ર સરકાર નક્કી કરે એ પ્રમાણે વાહનચાલકો પાસેથી ટોલની વસુલાત કરાશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલિન આનંદીબેન પટેલની સરકાર દ્વારા વર્ષ 2016માં તમામ સ્ટેટ હાઈવે પર ફોરવ્હીલ (કાર/વાન) વાહનો માટે ટોલટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. અમદાવાદ અને રાજકોટ વચ્ચેનો રોડ આમ તો નેશનલ હાઈવે (નેશનલ હાઈવે નં-8બી, નેશનલ હાઈવે ન- 47)નો ભાગ છે. પણ રાજકોટથી અમદાવાદ વચ્ચેના રોડનું કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2003માં આ રોડને ફોરલેન બનાવવામાં આવ્યો હતો. આથી આ હાઈવે પર પણ ફોરવ્હીલ માટે ટોલટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. હવે નવા ટોલ નાકા પર કાર અને વાન પાસેથી ટોલ ટેક્સ લેવાશે કેમ તે અંગે અધિકારીઓ પણ અવઢવમાં છે. (File photo)

Advertisement
Tags :
Advertisement