લોકસભાના સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયાં
નવી દિલ્હીઃ નવી લોકસભામાં સ્પીકર પદે એનડીએના ઓમ બીરલા ચૂંટાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર પદ માટે ઓમ બીરલાના નામનો પ્રસ્વાત રજુ કર્યો હતો. જેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. જીતીન માંઝી, શિવરાજ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જાદવ ગણપતરાવ, ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. લોકસભાના સ્પીકરની મતદાન વખતે મોટી સંખ્યામાં લોકોએ સમર્થનમાં મતદાન ખર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સદનનું સૌભાગ્ય છે, આપ બીજી વાર આ પદ ઉપર બેઠા છો. મારા તરફથી આપને શુભકામનાઓ છે અને સમગ્ર સદન તરફથી આપને શુભકામનાઓ છે. અમૃતકાળના આ કાળમાં બીજીવાર આ પદ ઉપર બેસવાની બહુ મોટી જવાબદારી મળી છે. આ આગામી દિવસોમાં અમારું માર્ગદર્શન કરશો. મને વિશ્વાસ છે કે, આપ તમામ પગલે નવા કિર્તિમાન રચશો. 18મી લોકસભામાં સ્પીકર બનવુ આ નવો રેકોર્ડ છે. 20 વર્ષનો કાર્યકાળ રહ્યો છે કે, સ્પીકર જીતીને નથી આવતા, પરંતુ આપ જીતીને આવ્યાં છો, આમ આપશ્રીએ નવો ઈતિહાસ રચ્યો છે. મોટાભાગના સાંસદો આપ અને આપના જીવનથી પરિચીત છે. આપ જે રીતે એક સાંસદ તરીકે કામ કરો છે જાણવા અને શિખવા લાયક છે. આપણા યુવા સાંસદોને આપમાંથી પ્રેરણા મળશે. આપશ્રીએ આપના સંસદીય વિસ્તારમાં સ્વચ્છ મા અને સ્વચ્છ શીશુનું અભિયાન ચલાવ્યું છે તે પ્રેરણાદાયિક છે.
ગત કાર્યકાળમાં મારુ માનવું છે કે, એ સંસદનો સ્વર્ણિય કાળ રહ્યો છે. આપના માધ્યમથી જે સુધારા થયાં છે, ભવિષ્યમાં જ્યારે 17મી લોકસભાનો ઉલ્લેખ થશે, ત્યારે તેનો ઉલ્લેખ થશે. તે લોકસભામાં આપની મહત્વની ભૂમિકા રહી છે. તેમાં નારીશક્તિ વંદન સહિતના મહત્વપૂર્ણ કાનૂન પસાર કરાયા છે. જે કાર્ય આઝાદીના 70 વર્ષમાં ના થયાં તે આપની અધ્યક્ષમાં આ સદને કરીને બતાવ્યું છે.