અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરીડોર પર જુના અને નવા કોબા સ્ટેશનો રવિવારથી કાર્યરત થશે
- કોબા મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી જવા મેટ્રો ટ્રેનો દોડશે,
- કોબા મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જવા પહેલી મેટ્રો ટ્રેન સવારે 32 કલાકે મળશે,
- મેટ્રો સ્ટેશન પર ટિકિટ બારી સવારે 28 કલાકે શરૂ થશે.
અમદાવાદઃ ટ્વીનસિટી ગણાતા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મેટ્રો ટ્રેનની સેવા વધુ સરળ બનાવવામાં આવી રહી છે. GMRC દ્વારા મેટ્રો ફેઝ-2ના બે મહત્ત્વપૂર્ણ મેટ્રો સ્ટેશન કોબા ગામ અને જૂના કોબાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો બે દિવસ બાદ તા 28મીને રવિવારથી કાર્યરત થશે. જુના કોબા મેટ્રો સ્ટેશન અને કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી મેટ્રો સ્ટેશનો તરફ મેટ્રોની શરૂઆત થશે. આ સેવા શરૂ થવાથી પ્રવાસીઓને ફાયદો થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.32 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.04 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.40 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.40 કલાકે શરૂ થશે , છેલ્લી ટ્રેનના સમયની વાત કરીએ તો, કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.45 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.07 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિ ટી તરફ 18.10 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.02 કલાક છે. જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.29 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.06 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.38 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.28 કલાકે શરૂ થશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.43 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.10 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 18.07 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.05 કલાક છે