For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જાયફળ સ્વાદ અને સુગંધ સાથે આરોગ્ય માટે ઔષધિ સમાન

08:00 PM Aug 07, 2025 IST | revoi editor
જાયફળ સ્વાદ અને સુગંધ સાથે આરોગ્ય માટે ઔષધિ સમાન
Advertisement

જાયફળ અથવા નટમેગ એક એવો મસાલો છે, જે સ્વાદ અને સુગંધની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઔષધિ જેવું કામ કરે છે. જાયફળ ખાસ કરીને લીવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાચનમાં સુધારો કરવાની સાથે-સાથે જાયફળને સારી ઊંઘ અને મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement

• ફાયદા

જાયફળમાં દુ:ખાવામાં રાહત આપવાનો ગુણ હોય છે. તેને ખાવાથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

Advertisement

જાયફળમાં એવા તત્વો હોય છે જે મેન્ટલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. તે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

જાયફળ ડાયઝેશન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ સાથે-સાથે તે લીવરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ થાય છે.

જાયફળનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. જે લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમને જાયફળના સેવનથી ફાયદો મળી શકે છે.

Advertisement
Tags :
Advertisement