જાયફળ સ્વાદ અને સુગંધની સાથે આરોગ્યને અનેક રીતે ફાયદાકારક
જાયફળ અથવા નટમેગ એક એવો મસાલો છે, જે સ્વાદ અને સુગંધની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઔષધિ જેવું કામ કરે છે. જાયફળ ખાસ કરીને લીવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાચનમાં સુધારો કરવાની સાથે-સાથે જાયફળને સારી ઊંઘ અને મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત જાયફળના સેવનથી આરોગ્યને અનેક ફાયદા થાય છે.
• જાયફળના ફાયદા
જાયફળ ડાયઝેશન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ સાથે-સાથે તે લીવરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ થાય છે. જાયફળમાં દુ:ખામાં રાહત આપવાનો ગુણ હોય છે. તેને ખાવાથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. જાયફળમાં એવા તત્વો હોય છે જે મેન્ટલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. તે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. જાયફળનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. જે લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમને જાયફળના સેવનથી ફાયદો મળી શકે છે.