For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નર્સે પાતાનો જીવ જોખમમાં મૂકી વહેતા પાણીના નાળાને કૂદીને પોતાની ફરજ પર પહોંચી

05:37 PM Aug 23, 2025 IST | revoi editor
નર્સે પાતાનો જીવ જોખમમાં મૂકી વહેતા પાણીના નાળાને કૂદીને પોતાની ફરજ પર પહોંચી
Advertisement

કુદરતી આફતની વચ્ચે, જ્યાં લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ખચકાટ અનુભવે છે, ત્યાં હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ચૌહરઘાટીની એક મહિલા આરોગ્ય કાર્યકરએ પોતાની ફરજથી પાછળ ન હટીને સમાજની સાચી સેવાનું ઉદાહરણ બેસાડ્યું છે.

Advertisement

કમલા નામની મહિલા 2 મહિનાના બાળકને રસી આપવા માટે ગઈ હતી. પરંતુ રસ્તામાં આવેલ પુલ વાદળ ફાટવાના કારણે ધોવાઈ ગયો હતો. જ્યા ચાલવા માટે સરખો રસ્તો પણ ન હતો. ત્યાં મહિલા કાર્યકર રસીનું બોક્ષ ખભે કરી, જૂતા હાથમાં લઈ વહેતા પાણીમાં ખડકો ઉપર કુદે છે વારા ફરથી આ રીતે ખડકો પાર કરે છે. ખડકો પાર કરતા વચ્ચે તેમનું સંતુલન બગડે છે પણ તે પોતાની જાતને સંભાડે છે અને નાળું પાર કરે છે.

આરોગ્ય બ્લોક પધાર હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધારમાં તૈનાત કમલા દેવીએ સાબિત કર્યું છે કે જવાબદારી અને જુસ્સો કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને હરાવી શકે છે. આ દિવસોમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચૌહરઘાટીમાં પરિસ્થિતિ ગંભીર છે. ઘણા ગામડાઓ સંપર્ક સંપૂર્ણરીતે કપાઈ ગયા છે, પુલ અને સંપર્ક રસ્તાઓ બરબાદ થઈ ગયા છે, નાળા અને કોતરો છલકાઈ ગયા છે.

Advertisement

પૂર વચ્ચે કમલા દેવીએ એક બાળકને રસી આપી
આવી સ્થિતિમાં, દર્દીઓને દવાઓ અને રસી પૂરી પાડવી એ એક પડકારથી ઓછું નથી. બીએમઓ પધાર ડૉ. સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કોર્ટાંગ અને કુંગડી વિસ્તારોમાં અચાનક આવેલા પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ સમય દરમિયાન, હુરાંગ ગામમાં એક-બે મહિનાના બાળકોને રસી આપવી જરૂરી હતી.

તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ જોખમી હતી, પરંતુ કમલા દેવીએ હિંમત બતાવી અને રસીનો ડબ્બો ખભા પર લઈને વહેતા સ્વાડ નાળામાંથી કૂદી પડ્યા. પોતાનો જીવ જોખમમાં મૂકીને, તેઓ ગામમાં પહોંચ્યા અને બાળકને જીવનરક્ષક રસીઓ આપી.

કમલા દેવીની હિંમત આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણા બની
સ્થાનિક લોકોએ કહ્યું કે આ પરિસ્થિતિમાં સામાન્ય માણસ માટે બહાર નીકળવું શક્ય નથી, પરંતુ કમલા દેવીએ જે હિંમત અને સમર્પણ સાથે પોતાની જવાબદારી નિભાવી તે પ્રશંસનીય છે. લોકો તેમની સેવાની આ ભાવનાને ક્યારેય ભૂલી શકશે નહીં.

તેમણે કહ્યું કે કમલા દેવી દ્વારા લેવાયેલું આ પગલું માત્ર એક બાળક માટે જીવનરક્ષક સાબિત થયું નથી પરંતુ સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ પણ બન્યું છે.

Advertisement
Tags :
Advertisement