For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડમાં હવે વિદ્યાર્થીઓ માર્કશીટ-પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારો કરી શકશે

04:59 PM Sep 11, 2025 IST | Vinayak Barot
ગુજરાત શિક્ષણ બોર્ડમાં હવે વિદ્યાર્થીઓ માર્કશીટ પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારો કરી શકશે
Advertisement
  • માર્કશીટમાં વેરીફિકેશન માટે વિદ્યાર્થીઓને બેન્ક મારફતે ફી ભરવામાં મુશ્કેલી પડતી હતી,
  • વિદ્યાર્થીઓ ક્યુઆરકોડ મારફતે ઓનલાઈન ફી ભરી શકશે,
  • માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટે કવરમાં નામ અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો કરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેના સીલ કવરમાં નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો,  તેમજ ટેટ વેરિફિકેશન, ટેટ ડુપ્લિકેશન વગેરેમાં ફી માટે બેન્કમાં જઈને ચલણ કઢાવવું પડતું હતું. અને ઓફલાઈનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને દસ્તાવેજોમાં સુધારો કરાવી શકશે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ  વિદ્યાર્થીઓના માર્કશીટ, પ્રમાણપત્રમાં નામ, અટક, જન્મ તારીખમાં સુધારો કરવા સહિતની વિગતોમાં ફી સાથેનો સુધારો ઓનલાઇન કરી શકાશે. બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોના વિદ્યાર્થીઓના માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેના સીલ કવરમાં નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો, ટેટ વેરિફિકેશન, ટેટ ડુપ્લિકેશન, માર્કશીટ જેવી સેવાની ફી બૅન્ક મારફતે ચલણ દ્વારા ભરાતી હતી. આ માટે વિદ્યાર્થીઓ અને બેંકકમાં જઈને રૂબરૂ ચલણ મારફતે ભરવી પડતી હતી. આ વ્યવસ્થામાં સુધારો કરીને ક્યુઆર કોડ મારફતે યુપીઆઇ, નેટ બૅન્કિંગ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ મારફતે ફી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ રાકેશે જણાવ્યું કે, ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઇન પ્રક્રિયા અંતર્ગત ફી બેંકના નિયત સમયગાળામાં રૂબરૂ ચલણ ભરવા જવું પડતું હતું. આ પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેનો સીધો જ લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકેથી ગાંધીનગર આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને થશે. વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, આનો સીધો લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકેથી ગાંધીનગર આવતા વાલી અને વિદ્યાર્થીઓને થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement