અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં હવે જન્મ-મરણના દાખલા કઢાવવા મોંઘા પડશે
- ગુજરાત સરકારે આદેશ આપ્યા બાદ એએમસીએ લીધો નિર્ણય
- અગાઉ AMCએ બર્થ સર્ટિફિકેટમાં ફક્ત એક જ વખત સુધારોનો નિર્ણય લીધો હતો
- જુદા જુદા હેતુ અને સમય મર્યાદા માટે વિવિધ ચાર્જ જાહેર કરાયા
અમદાવાદઃ લોકો અસહ્ય મોંઘવારીમાં પીસાય રહ્યા છે, ત્યારે સરકારના આદેશથી મહાનગરોમાં જન્મ-મરણના દાખલાં મેળવવાની માટેની ફીમાં વધારો કરાયો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ જન્મ-મરણના દાખવા મેળવવા માટેની ફીમાં વધારો કર્યો છે. જેમાં 21 દિવસ પછી 30 દિવસમાં નોંધણી કરાવવામાં રૂપિયા 20, અને ત્યારબાદ એક વર્ષમાં નોંધણી કરાવવામાં રૂપિયા 50 અને એક વર્ષ બાદ રૂપિયા 100 ફી ચુકવવી પડશે.
ગુજરાતમાં હવે જન્મ અંગેના સર્ટિફિકેટમાં ધરખમ વધારો કર્યો છે. આ નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી સામાન્ય લોકો પર સીધી અસર પડશે. જન્મ મરણ અંગેના દાખલાં મેળવવા હવે મોંઘા થવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ આ નિર્ણય કર્યો છે. જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. વર્ષ 2018
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉ પણ એક નવો નિયમ બનાવવામાં આવ્યો હતો. નામ બદલવાની વારંવારની વિનંતીઓથી તંગ આવી ગયેલા AMCએ આખરે એક મોટો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે જન્મ કે મૃત્યુના પ્રમાણપત્રમાં ફક્ત એક વખત સુધારો કરી શકાશે અને ત્યારબાદ તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. જ્યોતિષીય સલાહ મુજબ સુધારા-વધારા કરવા અને 'ભાઈ' અથવા 'કુમારી' જેવા સન્માનિતને દૂર કરવા માટે હવે એકથી વધુ વખત ફેરફારો કરવામાં આવશે નહીં. વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં જ નામમાં સુધારો કરવાની વિનંતોમાં બે ગણો વધારો થયો હતો. પ્રથમ છ મહિનામાં જ સુધારા-વધારા કરવા માટે AMCને 50,000થી વધુ અરજીઓ મળી છે. જે આટલી અરજીઓ 2023ના આખા વર્ષ દરમિયાન મળી હતી. આવી અરજીઓની સંખ્યા સતત વધી રહી હોવાના કારણે AMCને આરોગ્ય ભવનમાં રજિસ્ટ્રાર ઓફિસમાં નવી પ્રતિબંધિત નીતિઓની નોટિસ મૂકવાની ફરજ પડી છે.