For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હવે આઈપીએલ બનશે ઈન્ટરનેશનલ બ્રાંડ, ઈંગ્લેન્ડ લીગમાં છ ટીમો જોડાય તેવી શક્યતા

10:00 AM Oct 23, 2024 IST | revoi editor
હવે આઈપીએલ બનશે ઈન્ટરનેશનલ બ્રાંડ  ઈંગ્લેન્ડ લીગમાં છ ટીમો જોડાય તેવી શક્યતા
Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી ધનાઢ્ય અને લોકપ્રિય સ્પોર્ટ્સ લીગમાંની એક છે. પરંતુ છેલ્લા વર્ષોમાં ઈંગ્લેન્ડની 'ધ હંડ્રેડ'એ પણ ક્રિકેટ જગતમાં ઘણું નામ કમાઈ લીધું છે. ECBએ આ વર્ષે જાહેરાત કરી હતી કે તે 'ધ હન્ડ્રેડ' ટીમો વેચશે. હવે ટીમોના વેચાણ પર એક નવું અપડેટ બહાર પાડતા, ક્રિકબઝે કહ્યું કે અડધો ડઝન ટીમોએ 'ધ હન્ડ્રેડ' લીગમાં ભાગ લેવા માટે નોમિનેશન ફાઇલ કર્યા છે.બિડિંગનો પ્રથમ રાઉન્ડ 18 ઓક્ટોબરે યોજાયો હતો.

Advertisement

રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સે લીગની દરેક ટીમ (કુલ 8 ટીમો)માં 49% હિસ્સા માટે સત્તાવાર રીતે બિડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન રોયલ્સે પણ બોલી લગાવી હતી, પરંતુ આ બાબતની પુષ્ટિ થઈ શકી નથી. રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બાદલે પહેલા જ 'ધ હંડ્રેડ' લીગમાં ટીમ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. આરઆરએ યોર્કશાયર ક્રિકેટ ક્લબને ખરીદવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ગુજરાત ટાઇટન્સે કોઇ બિડ કરી છે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. એવું નોંધવામાં આવ્યું હતું કે ટાઇટન્સની માલિકીની કંપની, ધ ટોરેન્ટ ગ્રુપ, 'ધ હન્ડ્રેડ' લીગમાં વધુ રસ ધરાવતી નથી. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પણ આ અંગ્રેજી લીગમાં કોઈ રસ દાખવ્યો નથી. આ ઉપરાંત પંજાબ કિંગ્સે પણ આ વિદેશી લીગમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. 'ધ હન્ડ્રેડ' ટીમોની હરાજીનો પ્રથમ રાઉન્ડ ફક્ત એટલા માટે જ હાથ ધરવામાં આવ્યો હતો કે કોણ કઈ ટીમને ખરીદવા માંગે છે તે જાણી શકાય. આઇપીએલ 2025ની મેગા ઓક્શન બાદ હરાજીનો બીજો રાઉન્ડ શરૂ થશે. કેટલાક અહેવાલો અનુસાર, ECB ટીમોનું મૂલ્યાંકન 822-1100 કરોડ રૂપિયાની વચ્ચે રાખી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement