હવે કેનેડાએ ગેરકાયદે રહેતા લોકોને ડીપોર્ટ કરવાનો કર્યો નિર્ણય
કેનેડામાં ગેરકાયદે વસતા લોકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે હવે કેનેડાએ ગેરકાયદે રહેતા લોકોને ડીપોર્ટ એટલે કે દેશનિકાલ કરવાનું માન બનાવી લીધું છે. ગેરકાયદે રહેતા લોકો દેશનાં અર્થતંત્ર પર નકારાત્મક અસર ઉભી કરે છે ત્યારે કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે હવે આ મુદ્દે કડક પગલા લેવાની જાહેરાત કરી છે.
માર્ક મિલરે જણાવ્યું કે કેનેડામાં હવે ઈલીગલી રહેતા લોકોની ખેર નથી. આ ઉપરાંત જે એમ્પ્લોયર્સ ટેમ્પરરી ફોરેન વર્કર્સનું શોષણ કરે છે તેની સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. હાલ કેનેડામાં હાઉસિંગ શોર્ટેજ અને જોબ શોર્ટેજ પણ ઊભી થઈ છે ત્યારે આ કડક પગલા ભરવા અત્યંત જરૂરી છે. વધુમાં માર્ક મિલરે જણાવ્યું હતું કે હવે નિયમ અનુસાર મીનીમમ વેજ ચુકવવું જ પડશે. એમ્પ્લોયારોએ વધુ કેનેડીયન કામદારોને આકર્ષવા વધુ વેતન ઓફર કરવા પડશે. હવે તેઓને સસ્તા લેબર નહિ મળી શકે. કેનેડાએ હવે ઈમિગ્રેશન પર નિયંત્રણો મૂક્યા છે અને હજી પણ વધુ નિયંત્રણો લાગું કરવામાં આવી શકે છે.
ઈમિગ્રેશન મીનીસ્ટર માર્ક મિલરે એવું પણ સૂચન કર્યું હતું કે કેનેડા ન છોડનારા માઈગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવા માટે કેનેડા ફેડરલ સરકાર એન્ફોર્સમેન્ટ રિસોર્સિસ વધારવા પર વિચાર કરી રહી છે. મિલરે જણાવ્યું હતું કે જ્યારે ઓછા ખર્ચે ટેમ્પરરી ફોરેન વર્કર્સની વાત આવે છે ત્યારે કેટલીક વખત એમ્પ્લોયર્સ અને કર્મચારીઓ જ આપસમાં ડીલ કર્યું હોય છે જેથી તેમની સામે પગલા ભરવા કઠીન થઇ પડે છે. તોબીજી બાજુ વર્કર્સનું શોષણ પણ થતું હોય છે અને તેની સામે પગલાં લેવાની જરૂર છે.
એવું પણ સામે આવ્યું છે કે એગ્રિકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટરમાં કર્મચારીઓનું વધારે શોષણ થતું હોય છે. ક્રેકડાઉનની આ ઘટનાથી "આ વર્ષ અને આગામી વર્ષ ધંધા રોજગાર અને કામદારોની માંગ પુરવઠા પર અસર પડશે. એમ્પ્લોયરને પણ સસ્તા લેબર નહિ મળે પરંતુ આ બાબત કામદારોના શોષણને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેનેડાએ આ વર્ષે મોટાભાગના ક્ષેત્રોમાં લો-વેજ ટેમ્પરરી ફોરેન વર્કર્સની સંખ્યા મર્યાદિત કરી છે અને સસ્તા ફોરેન લેબર પર એમ્પ્લોયર્સની નિર્ભરતાને સમાપ્ત કરવાના પ્રયાસરૂપે તેમના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.
કેનેડીયન મૂળ નાગરિકો પણ સરકાર પર દબાણ લાવી રહ્યા છે કે ફોરેન થી કેનેડા આવતા ટેમ્પરરી વર્કર્સ ઓછા વેતનથી કામ કરતા હોવાથી તેમને કામ મેળવવામાં તકલીફ પડે છે. ત્યારે ગેરકાયદે કેનેડામાં વસતા ભારતીયો, વિઝીટર વિસા પર જઈને કેનેડામાં કામ કરતા લોકો પર પ્રતિબંધ મુકતા હવે ભારતીયોની ચિંતામાં વધારો થયો છે.