For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કુખ્યાત ગેંગસ્ટર મયંક સિંહની યુરોપમાંથી ઇન્ટરપોલ દ્વારા ધરપકડ, પ્રત્યાર્પણ માટે પ્રયાસો શરૂ કરાયાં

03:04 PM Dec 06, 2024 IST | revoi editor
કુખ્યાત ગેંગસ્ટર મયંક સિંહની યુરોપમાંથી ઇન્ટરપોલ દ્વારા ધરપકડ  પ્રત્યાર્પણ માટે પ્રયાસો શરૂ કરાયાં
Advertisement

રાંચી: ઝારખંડ પોલીસના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર મયંક સિંહ ઉર્ફે સુનીલ મીનાની યુરોપમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ મયંક સિંહની ધરપકડની પુષ્ટિ કરી છે. મયંક સિંહ ઝારખંડના કુખ્યાત અમન સાઓ અને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈની ખૂબ નજીક હોવાનું કહેવાય છે.

Advertisement

અઝર બૈજાન પાસેથી ધરપકડ
ઝારખંડ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કુખ્યાત મયંક સિંહની યુરોપના અઝર બૈજાનથી ધરપકડ કરવામાં આવી છે. ઝારખંડ પોલીસની સૂચના પર મયંક સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ઝારખંડ એટીએસે મયંક સિંહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી, જે અંતર્ગત મયંકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે હાલ ઈન્ટરપોલની કસ્ટડીમાં છે. પ્રત્યાર્પણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મયંક સિંહ લોરેન્સનો બાળપણનો મિત્ર 
મયંક સિંહ ઉર્ફે સુનીલ મીના ગુનાની દુનિયામાં જાણીતું નામ છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના બાળપણના મિત્ર મયંક સિંહનું પૂરું નામ સુનિલ સિંહ મીના છે. કહેવાય છે કે લોરેન્સ અને મયંકે એકસાથે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. મયંક ઘણા ગુનાના કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી તે લૉરેન્સના કહેવા પર મલેશિયામાં બેસીને ઝારખંડના કુખ્યાત ગેંગસ્ટર અમન સાઓ સાથે કામ કરતો હતો. મયંક સિંહ અમન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચેની મહત્વની કડી છે. મયંક સિંહનું મુખ્ય કામ ઈન્ટરનેટ કોલ દ્વારા બિઝનેસમેનને ધમકાવવાનું છે. મયંક સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો અને મલેશિયામાં બેસીને તે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ગેંગ વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતો હતો.

Advertisement

મયંકની ઓળખ એક વર્ષ પહેલા જ થઈ હતી
ગયા વર્ષ સુધી, મયંક સિંહ ઝારખંડ પોલીસ માટે એક અગમ્ય કોયડો રહ્યો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ઝારખંડના વેપારીઓને ઈન્ટરનેટ કોલ દ્વારા આતંક કરનાર મયંક સિંહ વાસ્તવમાં સુનીલ કુમાર મીણા છે. સુનીલ કુમાર મીના મયંક સિંહના ઉપનામનો ઉપયોગ કરીને ઝારખંડના કુખ્યાત ગેંગસ્ટર અમન સાઓ માટે કામ કરતો હતો. ઝારખંડમાં ભાગ્યે જ કોઈ એવો બિઝનેસમેન હશે જેને ઈન્ટરનેટ કોલ પર મયંક દ્વારા ધમકી આપવામાં આવી ન હોય. ATS પોલીસ સ્ટેશન સહિત ઝારખંડના 12 પોલીસ સ્ટેશનમાં મયંક ઉર્ફે સુનીલ મીના વિરુદ્ધ ડઝનબંધ કેસ નોંધાયેલા છે.

પાસપોર્ટ બ્લોક, રેડ કોર્નર નોટિસ જારી
મયંકની ઓળખ થતાં જ ઝારખંડ એટીએસ દ્વારા તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઝારખંડ એટીએસ એસપી ઋષભ ઝાએ અગાઉ જણાવ્યું હતું કે ઝારખંડ પોલીસની લેખિત વિનંતી પર સુનીલ મીણાનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો હતો. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement