For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ એરપોર્ટ પર માત્ર ગોલ્ડ જ નહીં પણ ડ્રગ્સની હેરાફેરી પણ વધી

05:55 PM May 06, 2025 IST | revoi editor
અમદાવાદ એરપોર્ટ પર માત્ર ગોલ્ડ જ નહીં પણ ડ્રગ્સની હેરાફેરી પણ વધી
Advertisement
  • છેલ્લા એક પખવાડિયામાં રૂપિયા 110 કરોડનો ગાંજો પકડાયો
  • વિદેશથી આવેલી મહિલાની બેગમાંથી .72 કરોડ કિંમતનો ગાંજો પકડાયો,
  • કસ્ટમ વિભાગ દ્વારા કરાતું સઘન ચેકિંગ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર સોનાની જ નહીં પણ ડ્રગ્સની હેરાફેરી પણ વધી રહી છે. છેલ્લા એક પખવાડિયામાં 110 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. દરમિયાન વિદેશથી આવતા પ્રવાસીઓના લગેજનું કસ્ટમ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિદેશથી આવેલી એક ભારતીય મહિલાના ટ્રોલી બેગમાંથી આશરે રૂ.19.72 કરોડ કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે.

Advertisement

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગોલ્ડની દાણચોરીમાં હબ બનતું જાય છે. ત્યારે હવે ગોલ્ડ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી પણ વધી રહી છે. ત્યારે એક મહિલા 19.72 કરોડના ડ્રગ્સ સાથે પકડાઈ હતી. મહિલા પ્રવાસી બેંગકોકથી વિયેતનામ થઈ અમદાવાદ આવી રહી હતી. બેગેજ સ્કેનિંગ દરમિયાન એક બેગ શંકાસ્પદ લાગતા તેને અધિકારીઓએ વિશેષ તપાસ માટે અલગ કરી તપાસ દરમિયાન બેગમાં છુપાવેલા 18 એરટાઇટ પેકેટ મળ્યાં હતા. આ પેકેટ્સમાં લીલોટી પ્રકારનું પદાર્થ હતું. જેને તરત જ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન પદાર્થ ગાંજો હોવાનું સાબિત થયું હતુ. કુલ 19.728 કિલોગ્રામ વજનના ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 19.72 કરોડ આંકવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે પેકેટ જપ્ત કરીને સંબંધિત મહિલાને એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા પખવાડિયામાં 110 કરોડનો હાઇડ્રોફોનિક ગાંજો ઝડપાયો છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement