For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

માંત્ર ઔરંગાબાદ જ નહીં, પરંતુ ભારતના આ 177 શહેરો છે ઔરંગઝેબના નામે

07:00 PM Mar 31, 2025 IST | revoi editor
માંત્ર ઔરંગાબાદ જ નહીં  પરંતુ ભારતના આ 177 શહેરો છે ઔરંગઝેબના નામે
Advertisement

ઔરંગઝેબના નામ પર 150 થી વધુ શહેરો અને નગરો છે. ખાસ વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં જ 48 જગ્યાઓ છે, જેનું નામ ઔરંગઝેબના નામ પર રાખવામાં આવ્યું છે.

Advertisement

ઔરંગાબાદ શહેરનું નામ તો સાંભળ્યું જ હશે. તેનું નામ ઔરંગઝેબના નામ પર રાખવામાં આવ્યું છે, પરંતુ આ સિવાય દેશના 177 શહેરોના નામ પણ ઔરંગઝેબના નામ પર છે.

ઔરંગઝેબનું અવસાન મહારાષ્ટ્રમાં થયું હતું અને તેની કબર ઔરંગાબાદ રેલવે સ્ટેશનથી લગભગ 24 કિલોમીટરના અંતરે આવેલી છે.
દેશની રાજધાની દિલ્હીમાં પહેલા ઔરંગઝેબના નામ પર એક રોડ હતો, પરંતુ ઓગસ્ટ 2015માં NDMCએ તે રોડનું નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ રોડ કરી દીધું.

Advertisement

અંગ્રેજી અખબારના સમાચાર અનુસાર, 2011ની વસ્તી ગણતરી અનુસાર, દેશમાં 177 શહેરો અને ગામો એવા છે જેનું નામ ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ઔરંગઝેબ સાથે સંકળાયેલું સૌથી પ્રખ્યાત શહેરનું નામ ઔરંગાબાદ છે. સમગ્ર ભારતમાં 63 ઔરંગાબાદ છે, જેમાંથી 48 ઉત્તર પ્રદેશમાં છે.

ઔરંગપુરા, ઔરંગાબાદ, ઔરંગનગર, ઔરંગઝેબપુર, ઔરંગપુર અને ઔરંગબારનું નામ પણ ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ભારતના 38 ગામોના નામ પણ ઔરંગઝેબના નામ પર છે, જેમ કે ઔરંગાબાદ ખાલસા અને ઔરંગાબાદ દાલચંદ.

Advertisement
Tags :
Advertisement