ઉત્તર કોરિયાએ નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ
ઉત્તર કોરિયાએ તાજેતરમાં નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) નું પરીક્ષણ કર્યું છે. તેને વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઈલ હોવાનો દાવો કર્યો હતો. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તાનાશાહી શાસક કિમ જોંગ ઉનના દેશે મિસાઈલ ટેક્નોલોજીમાં ઘણી પ્રગતિ કરી છે અને ખતરનાક મિસાઈલો બનાવી છે. ઉત્તર કોરિયા દ્વારા ગુરુવારે લૉન્ચ કરવામાં આવેલી મિસાઇલ દેશ દ્વારા છોડવામાં આવેલા અન્ય શસ્ત્રો કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે.
- Hwasong-19 પહેલાં Hwasong-18 સૌથી અદ્યતન મિસાઈલ
આ દર્શાવે છે કે ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારોથી હુમલો કરી શકે તેવા ICBM વિકસાવવામાં ઘણી પ્રગતિ કરી છે. આ મિસાઇલો દ્વારા ઉત્તર કોરિયા મેઇનલેન્ડ અમેરિકા પર સરળતાથી હુમલો કરી શકે છે. જોકે, કેટલાક વિદેશી નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયાએ હજુ કેટલીક તકનીકી બાબતોમાં નિપુણતા મેળવવી પડશે. ઉત્તર કોરિયા આ ICBM નામની Hwasong-19 ને દુનિયાની વિનાશકારી અને મજબૂત મિસાઈલ ગણાવી રહ્યું છે. તેને પરફેક્ટ વેપન સિસ્ટમ ગણાવતા તેમણે કહ્યું કે દેશના નેતા કિમ જોંગ ઉને પણ મિસાઈલના પરીક્ષણ પર નજર રાખી હતી. ઉત્તર કોરિયાના શાસરે 'યુનિક સ્ટ્રેટેજિક ન્યુક્લિયર સ્ટ્રાઈક ક્ષમતા' બનાવવા માટે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. Hwasong-19 પહેલાં Hwasong-18 ઉત્તર કોરિયાનું સૌથી અદ્યતન ICBM મિસાઈલ હતી.
- ઉંચાઈ નિયંત્રણ અને માર્ગદર્શન પ્રણાલીમાં પણ સુધારો કરવો જોઈએ
જોકે ઉત્તર કોરિયા પાસે ICBM હોવાનો દાવો છે, પરંતુ ઘણા વિદેશી નિષ્ણાતો તેની સાથે સહમત નથી. આ નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયા પાસે એવી મિસાઈલો હોઈ શકે છે જે સમગ્ર દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલો કરી શકે છે, પરંતુ તેની પાસે હજુ સુધી અમેરિકાની મુખ્ય ભૂમિને નિશાન બનાવી શકે તેવી પરમાણુ મિસાઈલ નથી. તેમનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ તેની મિસાઈલો માટે ઉંચાઈ નિયંત્રણ અને માર્ગદર્શન પ્રણાલીમાં પણ સુધારો કરવો જોઈએ.