કેમેસ્ટ્રીના નોબલ પુસ્કારની જાહેરાતઃ સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબ્સન અને ઓમર એમ. યાગીને કરાશે સન્માનિત
આ વર્ષે 2025ના રાસાયણ શાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. આ પ્રતિષ્ઠિત સન્માન ત્રણ વૈજ્ઞાનિકો સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબ્સન અને ઓમર એમ. યાગીને આપવામાં આવ્યું છે. ધ રોયલ સ્વીડિશ અકેડેમી ઑફ સાયન્સેઝએ જાહેર કર્યું કે, આ ત્રણે વૈજ્ઞાનિકોને “મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક્સ” (Metal-Organic Frameworks – MOFs)ના વિકાસ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
અકેડેમીએ જણાવ્યું કે આ વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારની મૉલિક્યુલર આર્કિટેક્ચર (Molecular Architecture) વિકસાવી છે. આ ફ્રેમવર્ક્સ એવી અનોખી રચનાઓ ધરાવે છે જેમાં મોટા porous structures હોય છે, જેમાં અણુઓ સરળતાથી અંદર-બહાર જઈ શકે છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, આ મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક્સનો ઉપયોગ વિવિધ નવીન ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. તેનો ઉપયોગ રણપ્રદેશની હવામાંથી પાણી કાઢવા માટે, પાણીમાંથી અશુદ્ધિ દૂર કરવા માટે, કાર્બન ડાયોક્સાઇડને કૅપ્ચર કરવા માટે અને હાઇડ્રોજન ઊર્જા સંગ્રહ કરવા માટે થઈ શકે છે. આ સંશોધનથી વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઊર્જા, પાણી સંરક્ષણ અને પર્યાવરણ રક્ષણના ક્ષેત્રોમાં નવી દિશા ખુલશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
વિશ્લેષકોના મતે, આ શોધ રાસાયણ શાસ્ત્રમાં એક ક્રાંતિકારી ઉપલબ્ધિ છે. આ ફ્રેમવર્ક્સે માત્ર વૈજ્ઞાનિક સમજ વધારી નથી, પરંતુ સસ્ટેનેબલ ફ્યુચર તરફ માનવજાતના પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે ત્રણેય વૈજ્ઞાનિકોની આ શોધ આગામી દાયકાઓમાં પર્યાવરણ અને ઉર્જા ઉકેલોમાં કેન્દ્રસ્થાન પર રહેશે.