હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોઈ વાતચીત થઈ જ નથી: રશિયા

10:35 AM Nov 13, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ડૉનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનેથી પ્રમુખ પુતિનને ફોન કર્યો હોવાના અહેવાલો તદ્દન ખોટા છે તેમ  ક્રેમલીને કહ્યું હતું, ક્રેમલીના પ્રવક્તા દિમિત્રી પેસકોવે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, 'આ તદ્દન ખોટી માહિતી છે.'

Advertisement

બીજી તરફ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારો પૈકીના અગ્રણી અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટે' તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે, નવ-નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓના રેસીડેન્ટ કમ રીસોર્ટ ફ્લોનડલાના પામ-બીચ ઉપરના માર-એ-બાગો નગરમાંથી પ્રમુખ પુતિનનો ફૉન કર્યો જ હતો. આ બનાવથી પરિચિત લોકોને ટાંકતા એ પ્રમાણે જણાવ્યું હતું.

ડૉનાલ્ડ ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે, 'હું યુદ્ધ શરૂ કરવાનો નથી, હું તે બંધ કરાવનારો છુ. તેઓએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પણ ફોન કર્યો હતો. જેમાં ઝેલેનસ્કીએ સામા અભિનંદનો પણ ટ્રમ્પને તેઓના વિજય બદલ આપ્યા હતા. સાથે ધઠધપર મોકલેલા આ મેસેજમાં ફૉન કરવા માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો.

Advertisement

આમ ટ્રમ્પે પુતિને કરેલા ફોન અંગે વિરોધાભાસી વિધાનો મળી રહ્યા છે. ક્રેમ્લિન 'ના' કહે છે. પરંતુ તે ભૂલવું ન જોઈએ કે 'રશિયામાં અર્યન કર્ટન' હજી સંપૂર્ણ દૂર નથી થયો. નિરીક્ષકો તેવું પણ અનુમાન બાંધે છે કે, ટ્રમ્પે કદાચ ઝેલેનસ્કીને યુક્રેનના રશિયનભાષી પૂર્વ અને દક્ષિણ પૂર્વના વિસ્તારો રશિયાને સોંપી દેવા અનુરોધ કર્યો હશે પરંતુ ઝેલેન્સ્કી એક ઇંચ પણ જમીન છોડવા તૈયાર નથી.

બીજી તરફ ટ્રમ્પે પુતિન સાથેની વાતચીતમાં યુરોપમાં રહેલા વિશાળ અમેરિકી દળોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 'તેમની સલામતી મારી સહજ પ્રાથમિકતા છે.' પુતિને શું જવાબ આપ્યો તે જાણી શકાયું નથી પરંતુ એક વાત નિશ્ચિત તરી આવે છે કે, ટ્રમ્પ પુતિનને ફોન કર્યા વગર રહી શકે જ નહીં. તેઓએ દુનિયાના ૭૦ દેશોના અગ્રણીઓને તેઓને આપેલા અભિનંદનો બદલ સામા ફોન કર્યા હતા. તે પૈકી નરેન્દ્ર મોદીને સૌથી પહેલો ફોન કર્યો હતો.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiConversationGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesnotPopular NewsputinrussiaSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTRUMPviral news
Advertisement
Next Article