For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તરપ્રદેશમાં હવે ફાંદવાળા પોલીસ કર્મચારી જોવા નહીં મળે, ક્રિકેટરોની જેમ યો-યો ટેસ્ટ લેવાશે

01:50 PM Oct 17, 2025 IST | revoi editor
ઉત્તરપ્રદેશમાં હવે ફાંદવાળા પોલીસ કર્મચારી જોવા નહીં મળે  ક્રિકેટરોની જેમ યો યો ટેસ્ટ લેવાશે
Advertisement

લખનૌઃ ઉત્તરપ્રદેશ પોલીસ હવે ફિટનેશના નવા માપદંડ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, પોલીસ ટ્રેનીંગ દરમિયાન જવાનોને ક્રિકેટરોની જેમ યો-યો ટેસ્ટ પાક કરવાની રહેશે.  આ ટેસ્ટ 1 નવેમ્બરથી પ્રદેશમાં તમામ 112 ટ્રેનિંગ સેન્ટર ઉપર શરૂ થશે. જેની શરૂઆત મુરાબાદ સ્થિત ડો.ભીમરાવ આંબેટકર પોલીસ એકેડમીથી થશે. આ પહેલનો હેતુ ઉત્તરપ્રદેશ પોલીસને શારીરિક રૂપથી વધારે સક્ષમ બનાવવાનો છે. જેથી તેમની કાર્યશ્રમતા અને ગતિમાં ઝડપ આવી શકે. જેથી પોલીસ કર્મચારીઓ કોઈ પણ પડકારરૂપ ઓપરેશન માટે પુરી રીતે તૈયાર રહેશે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશ પોલીસમાં કર્મચારીઓ શારિરીક ક્ષમતાનું આંકલન પારંપરિક રીતે કરવામાં આવતું હતું. જેમાં મેદાન ઉપર દોડ જેવી રીતો સામેલ છે. જો કે, વધતી જવાબદારીઓ અને વધારે શારીરિક સહનશક્તિની જરુરીયાતને ધ્યાનમાં રાખીને પોલીસ મુખ્યાલય દ્વારા પ્રથમવાર યો-યો ટેસ્ટ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુરાબાદ એકેડમીથી આ ટેસ્ટની ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને જે બાદ સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.

યો-યો ટેસ્ટ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે એરોબિક ફિટનેસ અને સહનશક્તિને માપે છે. તે સુનિશ્ચિત કરે છે કે, પશિક્ષુ માનસિકરૂપે મજબુત હોવાની સાથે શારીરિક રીતે પણ ચુસ્ત છે. આ ટેસ્ટમાં ઉમેદવારને 20 મીટરનું અંતર પર રાખવામાં આવેલા 2 ખુણાની વચ્ચે અને આગળ-પાછળ દોડવાનું હોય છે. આમ પ્રત્યેક રાઉન્ડ 40 મીટરનો હોય છે. જેમ જેમ ટેસ્ટનું સ્તર વધે છે તેમ દોડની ગતિ અને રાઉન્ડની સંખ્યામાં પણ વધારો થાય છે. આ ટેસ્ટમાં કુલ 23 સ્તર હોય છે. અંતિમ સ્તર સુધી ઉમેદવારને 182 રાઉન્ડ એટલે કે, 3640 મીટરની દોડ માત્ર 28.45 મીનિટમાં પુરી કરવાની હોય છે. ટેસ્ટ દરમિયાન ઉમેદવારને 10 સેકન્ડનો રેસ્ટ પણ આપવામાં આપે છે. પ્રારંભના ચાર રાઉન્ડ વોર્મઅપ માટે હોય છે.

Advertisement

પોલીસ એકેડમીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટ હવે દર મહિને આયોજીત કરવામાં આવશે. જેથી ઉમેદવારની શારિરીક સ્થિતિ અને સહનશક્તિની નિયમિત ચકાસણી થઈ શકે. એકેડમીમાં બે હેલ્થ કોચ પણ નિયુક્ત કરવામાં આવ્યાં છે. જે ઉમેદવારોની ફિટનેસ, આહાર અને પ્રદર્શન પર સતત નજર રાખશે.

Advertisement
Tags :
Advertisement