હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

NIPER-અમદાવાદનો દીક્ષાંત સમારંભ યોજાયો, 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

07:01 PM Dec 27, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને 10 પીએચડી સ્કોલરનો સમાવેશ થાય છે.

Advertisement

સમારંભના મુખ્ય અતિથિ મહારાજા સુરજમલ બ્રીજ યુનિવર્સિટી, ભરતપુર (રાજસ્થાન)ના વાઇસ ચાન્સલર રમેશ ચંદ્રાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે આજે વિશ્વ યુદ્ધ તરફ ધકેલાયું છે. રશિયા-યુક્રેન, ઇઝરાયલ-પેલેસ્ટાઈનની સાથે અનેક દેશોમાં નાના મોટા યુદ્ધો ચાલી રહ્યાં છે. આવા સમયે ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની જવાબદારી વધી જાય છે.

વિશ્વમાં અમેરિકા અને ચીન મોટા સ્પર્ધક છે. તેમની સામે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે લોએસ્ટ રેટ અને ક્વાલિટી મેડિસીન ખૂબ જરૂરી છે. ભારત સરકાર ક્વોલિટી અને સસ્ટેનેબલ મેડિસીન માટે પ્રયાસ કરી રહ્યું છે. આજે ભારત જેનેરિક દવાઓનું મોટું પ્રોવાઇડર છે. ભારતના અર્થતંત્રમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો મહત્વનો ફાળો છે. ત્યારે નાઇપર આવા પડકારને સ્વીકારીને વિદ્યાર્થીઓને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે તૈયાર કરી રહી છે.

Advertisement

આ ઉપરાંત, માસ્ટર્સ પ્રોગ્રામ (બૅચ 2022-2024)માં ઓવરઑલ મેરિટમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે માસ્ટર્સ પ્રોગ્રામના પોતાના ક્ષેત્રોમાં પ્રથમ સ્થાન આવનારા વિદ્યાર્થીઓને સમ્માનિત કરવામા આવ્યા હતા અને માસ્ટર્સ પ્રોગ્રામના ટોચના પાંચ મેરિટોરિયસ વિદ્યાર્થીઓને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiConvocationGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesNIPER- AhmedabadPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article