પુણેમાં ટેમ્પો અને વાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, નવ વ્યક્તિના મોત
પુણેઃ મહારાષ્ટ્રના પૂણે નજીક ટેમ્પો અને મીની ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દર્ઘટનામાં નવ વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુઆંક હજુ વધે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત પુણેના નારાયણગાંવ નજીક થયો હતો. મળતી માહિતી મુજબ, પૂરઝડપે પસાર થતા ટેમ્પો અને એક મીની વાનને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયાના અહેવાલ છે. પુણે ગ્રામીણ પોલીસના એસપી પંકજ દેશમુખે જણાવ્યું હતું કે પુણેના નારાયણગાંવ વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટેમ્પોએ પાછળથી એક મીની વાનને ટક્કર મારી, જે ત્યાં ઉભેલી બસ સાથે અથડાઈ.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો. મીની વાન નારાયણગાંવ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક હાઇ સ્પીડ ટેમ્પોએ વાનને ટક્કર મારી હતી. આ પછી કાર બેકાબૂ થઈ ગઈ અને રસ્તાની બાજુમાં ઉભેલી બસ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.