એનઆઇએમસીજે માં ભવાઈ અને આધુનિક પરિપ્રેક્ષનો સમન્વય થયો
અમદાવાદ: 28 નવેમ્બર, 2025: NIMCJ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે તાજેતરમાં પરંપરાગત લોકકલા ભવાઈ અને આધુનિક પરિપ્રેક્ષનો combines traditional and modern perspectives સમન્વય થયો હતો. સંસ્થાના બીએજેએમસી અભ્યાસક્ર્મના ભાગરૂપે યોજાયેલા લોકનૃત્ય ભવાઇના તાલીમ વર્કશોપ બાદ વિદ્યાર્થીઓએ વિવિધ 'વેશ' આધુનિક સમય સાથે તાલ મિલાવતા વિષયો પર રજુ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ 'જસમા ઓડણ' 'કજોડાનો વેશ' સહિતના વિવિધ વેશ પરંપરાગત ભવાઇના મૂળ ક્લેવરને જાળવી રાખીને વર્તમાન સમયના પ્રશ્નો સાથે સાંકળીને રજૂ કર્યા હતા. ભવાઈની સઘન તાલીમ બાદ યોજાયેલા આ નિદર્શનને સૌ ઉપસ્થિતોએ વધાવ્યું હતું.
ઇન્ડોનેશિયાની વિદ્યાર્થીની 'સકીના રિયાનડે' એ આ વેશમાં ભાગ લઈને પ્રસન્નતાનો અનુભવ કર્યો હતો. તેને જણાવ્યું હતું કે ભારતીય લોકકળાનો આ પ્રકાર સંગીત, તાલ, લય સાથે સ્થાનિક મુદ્દા પર લોકજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. મને તેનો હિસ્સો બનવાનો આનંદ છે. આ વિદ્યાર્થિનીએ વેશ ભજવણી વચ્ચે ગુજરાતી લોકગીત પણ ગાયું હતું.
આ પ્રસંગે સંસ્થાના નિયામક પ્રો.(ડો.)શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહેલ પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડો. ગરિમા ગુણાવત, ભવાઈ લોકકળાના નિષ્ણાત શ્રી હર્ષદીપસિંહ જાડેજા તથા વિદ્યાર્થીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ વેશનો આનંદ માન્યો હતો.