For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સ્ટેટ રેન્કિંગમાં “ફોર સ્ટાર” મેળવતી અમદાવાદની મીડિયા શિક્ષણ સંસ્થા એનઆઇએમસીજે

01:03 PM Jan 23, 2025 IST | revoi editor
સ્ટેટ રેન્કિંગમાં “ફોર સ્ટાર” મેળવતી અમદાવાદની મીડિયા શિક્ષણ સંસ્થા એનઆઇએમસીજે
Advertisement

અમદાવાદ: ગત ૧૮ વર્ષથી ગુજરાતમાં મીડિયા શિક્ષણ ક્ષેત્રે વિવિધ કીર્તિમાનો સ્થાપી રહેલી મોખરાની સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (એનઆઈએમસીજે)ની યશકલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે. વર્ષ ૨૦૨૩-૨૪ના ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (જીએસઆઇઆરએફ)માં સંસ્થાએ એ “ફોર સ્ટાર” પ્રાપ્ત કર્યા છે.મીડિયા શિક્ષણ ક્ષેત્રે “ફોર સ્ટાર” પ્રાપ્ત કરનારી એનઆઈએમસીજે ગુજરાતની એકમાત્ર શિક્ષણ સંસ્થા છે.

Advertisement

ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમ વર્ક (જીએસઆઈઆરએફ) માં “ફોર સ્ટાર” પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને અભિનંદન આપતા સંસ્થાના નિયામક પ્રો (ડો) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે અમારી સંસ્થા ગત ૧૮ વર્ષથી ગુજરાતમાં ઉત્કૃષ્ટ મીડિયા શિક્ષણ આપવા હંમેશા પ્રયત્નશીલ રહી છે. દર વર્ષે ઉત્તરોત્તર શૈક્ષણિક પ્રગતિ થકી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો અમારો પ્રયાસ રહે છે. જીએસઆઇઆરએફની ચયન પ્રક્રિયા વિશે માહિતી આપતા ડો. કાશીકરે જણાવ્યું હતું કે નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં ટીચિંગ લર્નિંગ રિસોર્સ, રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ, આઉટરીચ, પ્લેસમેન્ટ, ટીચર-સ્ટુડન્ટ રેશિયો, શિક્ષકોની શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન પત્રો અને તેની પ્રસિદ્ધિ, રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓની સહભાગિતા, મહિલા પ્રાધ્યાપકો અને  વિદ્યાર્થીનીઓનો ગુણોત્તર,આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહિતની મદદ જેવા મહત્વપૂર્ણ માપદંડોની આકરી કસોટીમાંથી સંસ્થાએ પસાર થવાનું હોય છે.

Advertisement

સંસ્થા દ્વારા ચલાવતા સ્નાતક બીએજેએમસી અને અનુસ્નાતક એમએજેએમસી અભ્યાસક્રમોનું ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે અત્યાધુનિક સોફ્ટવેરથી સજ્જ કમ્પ્યુટર લેબ, હાઇટેક સુવિધા યુક્ત ટેલિવિઝન/રેડિયો/ પોડકાસ્ટ સ્ટુડિયો સહિતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે જેના કારણે અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થીઓને ફિલ્ડની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ પણ થાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એનઆઈએમસીજે ને જીએસઆઈઆરએફના આ રેન્કિંગ સિવાય ગત છ વર્ષથી “ઇન્ડિયા ટુડે”, “આઉટલુક” અને “ઓપન” જેવા રાષ્ટ્રીય સ્તરના મેગેઝીનો દ્વારા અપાતા ‘બેસ્ટ માસ કમ્યુનિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા’ના નેશનલ રેન્કિંગમાં પણ સતત સ્થાન મળતું રહ્યું છે તેમ અંતે ડો કાશીકરે જણાવ્યું હતું.

(PHOTO-FILE)

Advertisement
Advertisement