મહારાષ્ટ્રના પાગઘરમાં એમડી ડ્રગ્સ સાથે નાઈજીરિયન નાગરિક ઝડપાયો
- આરોપી પાસેથી રૂ. 43 લાખનું ડ્રગ્સ ઝડપાયું
- પોલીસે નાલાસોપારાના ક્રિકેટ કલબ મેદાન પાસેથી આરોપીને પકડ્યો
- પોલીસે આરોપીના રિમાન્ડ મેળવા માટે કવાયત હાથ ધરી
મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં પોલીસે એક નાઈઝીરિયન નાગરિકની રૂ. 42.80 લાખની કિંમતના મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પેટ્રોલીંગ કરતી પોલીસને નાલાસોપારા વિસ્તારમાં એક ક્રિકેટ કબલ મેદાન પાસે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી 214 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે સિંથેટિક ઉત્તેજક દવા છે અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ નાલાસોપારાના પ્રગતિનગરમાં રહેતા કાલુ બસ્સી ચુક્વુમેકા (ઉ.વ. 45) તરીકે થઈ છે. પોલીસે તેની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેના સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. તેમજ એમડી ડ્રગ્સના રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલુ છે તેની તપાસ શરૂ છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.