હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી રોબિનસનેનએ બનાવ્યો રેકોર્ડ

10:00 PM Oct 01, 2025 IST | revoi editor
Advertisement

ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડના 23 વર્ષના યુવા બેટ્સમેન ટિમ રોબિનસનેનએ ઇતિહાસ સર્જ્યો છે. રાબિનસનેનએ માત્ર 66 બોલમાં 106 રનનો શાનદાર સદી બનાવીને બાબર આઝમનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એટલું જ નહીં ભારતીય દિગ્ગજ રોહીત શર્માને પણ પાછળ મુક્યા છે. રોબિનસનેનની આ પારીની મદદથી ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ એક સમયે ટીમ માત્ર 6 રન પર 3 વિકેટ ગુમાવી બેસી હતી, પરંતુ રોબિનસનેનની પહેલી T20 સેનચ્યુરીએ ટીમને સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

Advertisement

રોબિનસનેનની શતકમાં 54 રન બાઉન્ડ્રીઓ (છક્કા-ચોક્કા)માંથી આવ્યા હતા, જે કોઈ પણ T20 આંતરરાષ્ટ્રીય શતક માટે સૌથી ઓછા બાઉન્ડ્રી રન છે. અગાઉ આ રેકોર્ડ બાબર આઝમના નામનો હતો, જેમણે 2023માં ન્યૂઝીલેન્ડ સામે શતક બનાવી હતી અને 62 રન બાઉન્ડ્રી દ્વારા મેળવ્યા હતા.  રોબિનસનેને 65 બોલમાં સદી ફટકારી હતી, જે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી ધીમી T20 સદી છે અને વિશ્વમાં ચોથી સૌથી ધીમી T20 આંતરરાષ્ટ્રીય સદી બની છે. રોહીત શર્માએ 64 બોલમાં T20 સદી ફઠકારી હતી, તેથી રોબિનસનેન હવે તેઓની આગળ છે.

પ્રથમ 17 બોલમાં રોબિનસનેનનું સ્ટ્રાઈક રેટ લગભગ 100 હતું, પરંતુ પિચ પર થોડી સમજ મેળવીને તેણે 5 છક્કા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈનિંગ્સમાં 32 સિંગલ અને 10 ડબલ પણ લીધા હતી. આ પારી દર્શાવે છે કે T20 માત્ર બાઉન્ડ્રીની રમત નથી. અહીં એક-એક અને બે-બે રનની પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article