હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર, ટોપ 10માં ભારતને ના મળ્યું સ્થાન

10:47 AM Feb 03, 2025 IST | revoi editor
Advertisement

ફોર્બ્સે દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરી છે, ભારત આ યાદીમાંથી બહાર છે. ફોર્બ્સ 2025ની આ નવી યાદીમાં અમેરિકા ટોપ 10માં પ્રથમ ક્રમે છે, જ્યારે ચીન બીજા ક્રમે છે. ઇઝરાયલે ટોચના 10માં દસમું સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સની ટોચની 10 યાદીમાંથી ભારતને બહાર રાખવા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ફોર્બ્સે કહ્યું છે કે રેન્કિંગ જાહેર કરતી વખતે તે વિવિધ પરિમાણો તપાસે છે અને પછી યાદી બહાર પાડવામાં આવે છે.

Advertisement

ફોર્બ્સે જણાવ્યું કે,  પાવર સબ-રેન્કિંગ પાંચ મુખ્ય લાક્ષણિકતાઓમાંથી "ઇક્વલી વેઇટેજ એવરેજ ઑફ સ્કોર" પર આધારિત છે. જે કોઈપણ દેશની શક્તિ દર્શાવે છે.  આ માટે ફોર્બ્સ જે દેશોને આમાં સામેલ કર્યા છે. તેને આ પોઈન્ટ પર રાખ્યા છે, જે- એક નેતા, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સેના.

અમેરિકા - $30.34 ટ્રિલિયન (GDP), 34.5 કરોડ (વસ્તી)

Advertisement

 ચીન - $19.53 ટ્રિલિયન (GDP), 141.9 કરોડ (વસ્તી)

 રશિયા- $2.2 ટ્રિલિયન (GDP),   144.4 કરોડ (વસ્તી)

 યુનાઇટેડ કિંગડમ- $3.73 ટ્રિલિયન (GDP),  6.91 કરોડ (વસ્તી)

 જર્મની - 4.92 ટ્રિલિયન ડોલર (GDP), 8.45 કરોડ (વસ્તી)

દક્ષિણ કોરિયા - $1.95 ટ્રિલિયન (GDP),   5.17 કરોડ (વસ્તી)

 ફ્રાન્સ - $3.28 ટ્રિલિયન (GDP),  6.65  કરોડ (વસ્તી)

 જાપાન -4.39  ટ્રિલિયન ડોલર (GDP), 12.37 કરોડ (વસ્તી)

 સાઉદી અરેબિયા - $1.14 ટ્રિલિયન (GDP), 3.39 કરોડ (વસ્તી)

 ઇઝરાયલ - $550.91 બિલિયન (GDP), 93.8 લાખ (વસ્તી)

ફોર્બ્સની યાદી આ યાદી BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે એક વૈશ્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની WPPનું એકમ છે. આ રેન્કિંગ તૈયાર કરનાર સંશોધન ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું અને આમ આ યાદી અનેક પરિમાણોની તપાસ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે. ભારતની સાથે, પાકિસ્તાન પણ આ યાદીમાં ટોચના 10માં ક્યાંય નથી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharindiaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNew ListNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesNo Place FoundPopular NewsPowerful countriespublishedSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTOP 10viral newsworld
Advertisement
Next Article