For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂજમાં સોશિયલ મીડિયામાં બ્લોક કરવાના મુદ્દે પાડોશી યુવાને કોલેજિયન યુવતીની હત્યા કરી

05:06 PM Aug 29, 2025 IST | Vinayak Barot
ભૂજમાં સોશિયલ મીડિયામાં બ્લોક કરવાના મુદ્દે પાડોશી યુવાને કોલેજિયન યુવતીની હત્યા કરી
Advertisement
  • કોલેજિયન યુવતીને બચાવવા વચ્ચે પડેલા યુવાનને ગંભીર ઈજા,
  • કોલેજથી હોસ્ટેલ જવા નીકળેલી યુવતીનું છરી વડે ગળુ કાપ્યુ,
  • ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી

ભુજઃ શહેરમાં સંસ્કાર કોલેજમાં ભણતી એક વિદ્યાર્થિની કોલેજથી હોસ્ટેલ તરફ જતી હતી ત્યારે બાઈક પર આવેલા યુવાને છરીથી હુલો કરીને યુવતીનું ગળુ કાપી નાંખતા ગંભીરરીતે ઈજાગ્રસ્ત બની હતી. આ બનાવમાં યુવતીને બચાવવા માટે વચ્ચે પડેલા યુવાન પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે ત્વરિત કામગીરી કરીને હત્યારા યુવાનને દબોચી લીધો હતો. પાડોશી યુવકે જ સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે છરી વડે યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. જેથી તે યુવતીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે,  ભુજ શહેરની ભાગોળે આવેલા એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર હોસ્ટેલ જવા નીકળેલી સાક્ષી ખાનીયા નામની યુવતી પર ગત રોજ સમી સાંજે ગાંધીધામના શખસ મોહિત મૂળજી સિદ્ધપરાએ છરી વડે હુમલો કર્યો હતો.  સોશિયલ મીડિયામાં પોતાને બ્લોક કરવા મામલે યુવકે છરી વડે યુવતીના ગળાના ભાગે ઘાતક હુમલો કરી દીધો હતો. આ વેળાએ આરોપી સાથે આવેલા મિત્રએ યુવતીને બચાવવાનો પ્રયાસ કરતા તેને પણ છરીના ઘા લાગી જતા તેને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. ઘાયલ યુવતીને કોલેજ સંચાલકો દ્વારા ખાનગી વાહન મારફતે તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં નિષ્ણાત તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે યુવતીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. હુમલાના બનાવમાં હવે ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના ગુના હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન હત્યા કેસના આરોપીને પોલીસે ભુજ વિસ્તારમાંથી જ મોડી રાત્રે ઝડપી લીધો હતો. આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

પોલીસ સૂત્રોના કહેવા મુજબ યુવતીની હત્યા કરનારો 22 વર્ષીય મોહિત ગાંધીધામના ભારત નગર ખાતે યુવતીના ઘરની બાજુમાં રહે છે. ભોગ બનનારી યુવતી ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહી સંસ્કાર કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી હતી. યુવતીએ યુવાનને સોશિયલ મીડિયામાં બ્લોક કરતા ઉશ્કેરાયેલા યુવાને યુવતી પર છરીથી હુમલો કર્યો હતો.

Advertisement

ભાનુશાળી સમાજના પ્રમુખ શભૂલાલ નંદાએ જણાવ્યું કે, શિક્ષણ સંકુલ બહાર દીકરી ઉપર અચાનક ધારદાર હથિયાર ચલાવી દેવાય તે ખુબ જ કરુણ ઘટના છે. આવા બનાવો ન બને તે માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવા જરૂરી બન્યા છે. હાલના યુવાઓમાં સહનશક્તિ ખૂટી રહી છે તે માટે યોગ્ય સલાહ સુચન અંગે પહેલ થવી જોઈએ. આ ખુબ જ દુઃખદ ઘટના છે. તેનો સમાજ વિરોધ કરે છે. ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે તંત્રએ ગંભીર પગલાં લેવા જોઈએ. અમારી લાગણી ભોગ બનનાર પરિવારની સાથે છે.

Advertisement
Tags :
Advertisement