For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અમદાવાદ સહિત 12 કેન્દ્રો પર NEET PGની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

04:27 PM Aug 03, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં અમદાવાદ સહિત 12 કેન્દ્રો પર neet pgની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
Advertisement
  • અમદાવાદમાં LJ યુનિવર્સિટીમાં એક જ સેન્ટર, ટ્રાફિક જામ થતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મૂકાયા,
  • NEET PGની પરીક્ષાના સરળ પેપરથી ઉમેદવારો ખુશ,
  • પેપર સરળ રહ્યું હોવાથી મેરિટ ઊંચું જાય તેવી શક્યતા

અમદાવાદઃ  આજે દેશભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની NEET PGની પરીક્ષા યોજાઈ હતી. MBBS પછી માસ્ટર્સ માટેની આ પ્રવેશ પરીક્ષા સિંગલ સેશનમાં લેવામાં આવી હતી. સવારે 9:00 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. અમદાવાદ પરીક્ષા માટે એક જ સેન્ટર હોવાના કારણે વિદ્યાર્થી-વાલીઓએ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના 13 હજાર સહિત રાજ્યમાંથી અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી

Advertisement

મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની NEET PGની પરીક્ષા આ વર્ષે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાતા વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં 6 પરીક્ષા કેન્દ્રો પરથી 1253 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષનું પેપર ગત વર્ષની સરખામણીએ સરળ રહ્યું હોવાથી મેરિટ ઊંચું જાય તેવી શક્યતા છે.

PG NEETની પરીક્ષા આપતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પેપર ગત વર્ષ કરતા આ વર્ષે થોડું સરળ નીકળ્યું હતું. જેથી રેન્કમાં ઉપર નીચે થવાની શક્યતા વધારે છે. પરીક્ષાની પેટર્ન અંગે જણાવ્યું કે, 5 સેક્શન હતા. જેમાં એક સેક્શનનો સમય 42 મિનિટનો હતો અને એક સેક્શનમાં 40 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. PG NEETની પરીક્ષાના પેપરનું લેવલ એકસરખું રહે તે માટે આ વખતે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. ગત વર્ષે આ પરીક્ષાનું પેપર અલગ અલગ શિફ્ટમાં હતું એટલે કે સવારની શિફ્ટમાં વિદ્યાર્થીઓએ પેપર આપ્યું હોય તે અલગ હોય અને બપોરની શિફ્ટમાં વિદ્યાર્થીઓ પેપર આપ્યું હોય તે અલગ હોય.,

Advertisement

અમદાવાદમાં એક જ સેન્ટર હોવાને કારણે સવારે પરીક્ષા શરૂ થતાં પહેલાં જ અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. પરીક્ષા કેન્દ્ર તરફ જતાં રસ્તા પર લગભગ બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. વાલીઓને પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી રસ્તા પર જ પોતાના વાહનો પાર્ક કરવા પડ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી. ટ્રાફિક જામને કારણે કેટલાક વિદ્યાર્થીઓ મોડા પડ્યા હોવા છતાં તેમને રાહત મળી હતી. નિયમો મુજબ સવારે 8:30 સુધી પ્રવેશ આપવાનો સમય હતો, પરંતુ બે વિદ્યાર્થીઓને મોડા પહોંચવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક વિદ્યાર્થી 8:32 વાગ્યે અને બીજો 8:41 વાગ્યે પહોંચ્યો હોવા છતાં, તેઓ સમયસર પોતાના પરીક્ષા ખંડમાં પહોંચી શક્યા હતા. પરીક્ષા શરૂ થયા બાદ સવારે 9 વાગ્યા સુધી વાલીઓ ગેટ પાસે ઊભા રહીને પોતાના સંતાનોને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. (file photo)

Advertisement
Tags :
Advertisement