હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાષ્ટ્રીય વન્યજીવ દિવસ: સિંહ સહિત લાખો જીવ માટે ગુજરાત સૌથી સુરક્ષિત રહેઠાણ બન્યું

06:00 PM Sep 03, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત સરકાર જન ભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે. જેના પરિણામ સ્વરૂપે એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ, ઘુડખર, ડોલ્ફિન, નીલગાય, ચિંકાર, ભારતીય સસલું, શિયાળ, રણ લોકડી, કાળીયાર, વરુ, રીંછ, ઝરખ, જંગલી બિલાડી સહિત અનેક લાખો અબોલા જીવ માટે વર્ષોથી ગુજરાત સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું છે.

Advertisement

ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે. વન્ય જીવ સંરક્ષણ-સંવર્ધનના આ અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય વન મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગ સુપેરે આગળ ધપાવી રહ્યો છે. આ સંયુક્ત પ્રયાસોના પરિણામે જ વન્ય અને જળચર પ્રાણીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે.

વન્યજીવ પ્રત્યે સંવેદના, તેના રહેઠાણ અંગે જાગૃતિ અને સંરક્ષણના હેતુ સાથે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દર વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વન્યજીવ દિવસની ઉજવણીમાં મુખ્યત્વે ‘લુપ્ત થતી પ્રજાતિઓ-પ્રાણીઓને બચાવવા અને તેમના ટકાઉ જીવન જીવવા' અંગે વધુ જાગૃતિ આવે તેવા બિંદુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યભરમાં વિવિધ સ્વરૂપે ‘રાષ્ટ્રીય વન્યજીવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

રાજ્યમાં તાજેતર મે-૨૦૨૫માં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના મુજબ સિંહોની સંખ્યા વધીને ૮૯૧ની થઈ છે. જેમાં ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત ૩૮૫૪નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું. ગુજરાતનું ‘ઘરેણું’ તરીકે ઓળખાતા એશિયાઈ સિંહની સંખ્યા વર્ષ ૨૦૦૧માં ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઈ છે.

ગુજરાતમાં વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: ૨૦૨૩-૨૪’ મુજબ વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે જયારે સરહદી કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪.૫૬ લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. આ સાથે જામનગર, મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે. જામનગર વિવિધ ૨૨૧ પ્રજાતિઓની સાથે ૪ લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે.

ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર - પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે ૭,૬૭૨ ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે ૨૬.૧૪ ટકાનો વધારો નોંધાયો છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના ૬ જિલ્લાઓમાં જોવા મળે છે.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૨૪માં ૧૦મી ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે ૭,૬૭૨ નોંધાઈ છે. જ્યારે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં ૬,૦૮૨ ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ‘Equus heminious khur’ અને “ખુર” તરીકે પણ ઓળખાય છે. ઘુડખર વસ્તી ગણતરી અંદાજે WAPE-૨૦૨૪માં લગભગ ૧૫,૫૧૦ ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪માં ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ ૨,૭૩૪ નીલગાય, ૯૧૫ જંગલી ભૂંડ, ૨૨૨ ભારતીય સસલું, ૨૧૪ ચિંકારા તેમજ ૧૫૩ ભારતીય શિયાળ નોંધાયા છે.

ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ‘ડોલ્ફિન’ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યુ છે. ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ કરવામાં આવી હતી. જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે. ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે.

ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તુરંત સારવાર આપી નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યભરમાં અંદાજે કુલ ૧૭,૦૬૫ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં વર્ષ-૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૧૨ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી ૯૨ ટકા સાથે ૧.૩ લાખ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article