સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
- સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 74 મીટર દૂર,
- ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક 24 ફૂટની ભયજનક સપાટી વટાવી,
- ચાણોદના મલ્હારઘાટના 95 પગથિયા ડૂબ્યા,
અમદાવાદઃ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટરને વટાવી જતા ડેમના 23 દરવાજા ખાલવામાં આવતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક હાલ 4,99,918 લાખ ક્યૂસેક છે. એની સામે 4,46,592 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. એને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલ નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. ચાણોદના મલ્હારઘાટના 95 પગથિયા ડૂબી ગયા છે. જ્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે 24 ફુટની ભયજનક સપાટી વટાવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.94 મીટરને વટાવી ગઈ છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ ઓવરફ્લોથી 2.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 40 સેમીનો વધારો થયો છે, જેના પગલે 27 ગામને એલર્ટ કરાયાં છે.
આરબીપીએચ અને કેનાલ મારફત 4.46 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઓમકારેશ્વર ડેમમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક હાલ 4,99,918 લાખ ક્યૂસેક છે. એની સામે 4,46,592 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે.
આ ઉપરાંત તાપી નદી પરના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થતાં 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 63 હજાર 148 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 337.90 ફૂટ પહોંચી છે અને હાલ 83.41 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું છે, તેટલો જ જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે. નદી કાંઠાના રહેવાસીઓને સાવચેતી રાખવા અપીલ છે.