For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત પંતની જગ્યાએ નારાયણ જગદીશન રમશે

02:44 PM Jul 28, 2025 IST | revoi editor
ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત પંતની જગ્યાએ નારાયણ જગદીશન રમશે
Advertisement

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. આ ટેસ્ટ મેચ ભારતીય બેસ્ટમેનો કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. જો કે, આ ટેસ્ટમાં વિકેટકીપર પંત ઈજાગ્રસ્ત થયો હતો. જેથી અંતિમ ટેસ્ટમેચમાં પંત રમી શકશે નહીં. બંને ટીમ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈના રોજ લંડનના ઓવલ મેદાનમાં રમાશે. આ ટેસ્ટમાં ઋષભ પંતના સ્થાને તમિલનાડુના વિકેટકીપર-બેટર નારાયણ જગદીશનની પસંદગી કરવામાં આવી છે.

Advertisement

બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ઋષભ પંતને માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થયુ હતું. જેના કારણે તે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સારવાર પર નજર રાખી રહી છે, ટીમ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહી છે. મેન્સ સિલેક્શન પેનલે ઋષભ પંતના સ્થાને નારાયણ જગદીશનને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement