નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની તેમની બે દેશોની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા છે. આ અગાઉ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને SCO સમિટ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં સતત થઈ રહેલી વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
પોતાના પ્રારંભિક ભાષણમાં, મોદીએ કહ્યું કે, નવી દિલ્હી અને મોસ્કો યુક્રેનમાં ચાલીરહેલા સંઘર્ષ પર સતત ચર્ચા કરી રહ્યા છે અને શાંતિ માટેના તાજેતરના તમામ પ્રયાસોનું સ્વાગત કર્યું છે. તેમણે યુક્રેન સંઘર્ષને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવા પર ભાર મૂક્યો. આ બેઠક પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશોને તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે નિર્ણાયક પગલાં લેવા હાકલ કરી.
પ્રધાનમંત્રીએ SCO માળખા હેઠળ સહયોગને મજબૂત બનાવવાના ભારતના અભિગમ સ્પષ્ટ કર્યો હતો. મોદીએ નોંધ્યું કે ભારત ત્રણ સ્તંભો – સુરક્ષા, કનેક્ટિવિટી અને તક હેઠળ વધુ કાર્યવાહી ઇચ્છે છે. વિકાસને પ્રોત્સાહન આપવા અને વિશ્વાસ બનાવવા માટે કનેક્ટિવિટીની ભૂમિકા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત ચાબહાર બંદર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર જેવા પ્રોજેક્ટ્સને મજબૂત સમર્થન આપે છે.
પ્રધાનમંત્રી મોદીએ 23મા વાર્ષિક શિખર સંમેલન માટે ભારત તૈયાર હોવાનું જણાવ્યું હતું.