નરેન્દ્ર મોદી બે દિવસીય બ્રિટન પ્રવાસે લંડન પહોંચ્યા
નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરના આમંત્રણ પર બે દિવસીય પ્રવાસે લંડન પહોંચ્યા છે. મોડી રાત્રે લંડન પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
લંડન પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેમની આ યાત્રા બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરશે. તેમણે ઉમેર્યું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક પ્રગતિ માટે ભારત અને બ્રિટનની મિત્રતા મજબૂત હોવી અત્યંત જરૂરી છે.
આજે, પ્રધાનમંત્રી મોદી લંડનથી 50 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત બ્રિટિશ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને તેમના સમકક્ષ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે મુલાકાત કરશે. આ વાતચીત મુખ્યત્વે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ગતિ આપવા પર કેન્દ્રિત રહેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.