For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

“નમોશ્રી” યોજના : 9 મહિનામાં 3.11 લાખથી વધુ બહેનોને 71 કરોડથી વધુ રકમની કરાઈ

11:09 AM Jan 08, 2025 IST | revoi editor
“નમોશ્રી” યોજના   9 મહિનામાં 3 11 લાખથી વધુ બહેનોને 71 કરોડથી વધુ રકમની કરાઈ
Advertisement

અમદાવાદઃ રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. બાળમૃત્યુદર અને માતા મૃત્યુદરને ઘટાડવા માટે પણ સરકાર સતત ચિંતીત અને પ્રયાસરત છે. રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં “નમોશ્રી” યોજના શરૂ કરવાની જાહેરાત કરાઇ.

Advertisement

“નમોશ્રી” યોજના શરૂ થયાના 9 મહિનામાં 3.11 લાખથી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ. 71 કરોડથી વધુની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવવામાં આવી છે. સગર્ભા તથા ધાત્રી બહેનોને તબક્કાવાર વર્ષે રૂ. 12 હજારની સહાય ચૂકવાય છે. લાભાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા ક્રમશ: અગ્રેસર રહ્યાં છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 31.918 માતાઓને કુલ રૂ. 7.35 કરોડ, સુરત જિલ્લાની 27,353 માતાઓને કુલ રૂ.6.24 કરોડ, રાજકોટ જિલ્લાની 20,517 માતાઓને કુલ રૂ. 4.78 કરોડ, દાહોદ જિલ્લાની 18,384માતાઓને કુલ રૂ. 4.04 કરોડ અને બનાસકાંઠા જિલ્લાની 15,761 સગર્ભા અને ધાત્રી માતાઓને કુલ રૂ. 3.53 કરોડની નાણાકીય સહાય DBT મારફતે નમોશ્રી યોજના અંતર્ગત ચૂકવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે અંદાજિત 12 લાખ જેટલા નવજાત બાળકોના જન્મ થાય છે. આ તમામ બાળકોને તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતા પ્રમાણમાં પોષણ આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. “નમો” શ્રી યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી, ગર્ભાવસ્થાનાં 6 માસ પુર્ણ થયા બાદ, સંસ્થાકીય પ્રસુતી સમયે તથા બાળકનું સંપુર્ણ રસીકરણ બાદ તબક્કાવાર કુલ રૂ. 12,000 ની સહાય ચૂકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તેમજ દ્વિતીય ગર્ભાવસ્થા માટે જ નમો શ્રી યોજનાનો લાભ મળવાપાત્ર છે.

Advertisement

આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને વર્ષે રૂ. 12 હજારની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાના લાભ મેળવવા માટે સગર્ભા માતા તેઓના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા નજીકનાં સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા આશાનો સંપર્ક કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement