નાગપુર હિંસા સુનિયોજિત હતી અને દોષિયોને છોડવામાં નહીં આવેઃ દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈઃ નાગપુરમાં હિંસાને લઈને સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર હિંસાને લઈને વિધાનસભામાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સુનિયોજિત હતી. તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપર હુમલા સહન કરી લેવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
નાગપુર હિંસાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે આ હિંસા સુનિયોજિત હતી. વિધાનસભામાં નાગપુર મુદ્દે તેમણએ જણાવ્યું હતું કે, પોલીસ ઉપર હુમલો બિલકુલ સહન કરી લેવામાં આવશે નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ અફવા ફેલાઈ હતી કે, ધાર્મિક સામગ્રીને સળગાવવામાં આવી છે. એટલે એવુ લાગે છે કે આ સુનિયોજિત હિંસા હતી. કોઈને પણ કાનૂનને હાથમાં લેવાની પરવાનગી નથી.
મહારાષ્ટ્રના નાગપુરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓએઆ માહિતી આપતા જણાવ્યું કે, કોટવાલી, ગણેશપેઠ, લાકડાગંજ, પચપૌલી, શાંતિ નગર, સક્કરદરા, નંદનવન, ઇમામબારા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર કુમાર સિંઘલે એક આદેશ જારી કરીને કહ્યું કે આ કર્ફ્યુ મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે અને આગામી આદેશો સુધી ચાલુ રહેશે.