For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નાગપુર હિંસા: સાયબર સેલે 140 થી વધુ વાંધાજનક પોસ્ટ શોધી કાઢી, કડક કાર્યવાહી કરાશે

01:29 PM Mar 20, 2025 IST | revoi editor
નાગપુર હિંસા  સાયબર સેલે 140 થી વધુ વાંધાજનક પોસ્ટ શોધી કાઢી  કડક કાર્યવાહી કરાશે
Advertisement

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ, મહારાષ્ટ્ર સાયબર વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 140 થી વધુ પોસ્ટ અને વીડિયો ઓળખી કાઢ્યા છે. જેની સાથે વાંધાજનક સામગ્રી શેર કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાનો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ વીડિયો અને પોસ્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, હિંસા ભડકાવવામાં સામેલ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 79(3)(b) હેઠળ આવી સામગ્રી તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના વાસ્તવિક સંચાલકોને ઓળખવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 94 હેઠળ નોટિસ પણ જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગ, નાગપુર શહેર સાયબર પોલીસ સ્ટેશનના સહયોગથી, એવા એકાઉન્ટ્સની ઓળખ કરી રહ્યું છે જે નાગપુર રમખાણો સંબંધિત ભડકાઉ સામગ્રી ફેલાવવામાં સામેલ હતા.

મહારાષ્ટ્ર સાયબર વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટ્સ અને વીડિયોનો ઉદ્દેશ્ય ચોક્કસ ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, સાંપ્રદાયિક તણાવ વધારવાનો અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ બગાડવાનો હતો. આવી સામગ્રી લોકોના આસ્થાનો દુરુપયોગ કરીને જાહેર આક્રોશ ભડકાવવા, સમુદાયો વચ્ચે વિભાજન બનાવવા અને સમાજમાં દુશ્મનાવટ વધારવા માટે બનાવવામાં આવી હતી. ભડકાઉ સામગ્રી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

સાયબર વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈપણ માહિતી શેર કરતા પહેલા સાવચેત રહે અને ચકાસણી વિના કોઈપણ વાંધાજનક અથવા અપ્રમાણિત સામગ્રી શેર કરવાનું ટાળે.

Advertisement
Tags :
Advertisement