હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નાગપુર પોલીસે એઆઈની મદદથી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલ્યો

07:30 PM Aug 22, 2025 IST | revoi editor
Advertisement

મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસે એઆઈ ટેકનોલોજીની મદદથી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલ્યો હતો અને બાઈકને ટક્કર મારીને ફરાર થઈ જનાર ટ્રક ચાલકને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Advertisement

નાગપુરમાં એક ટ્રકે બાઇક સવાર દંપતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે પતિને સામાન્ય ઇજાઓ થઈ હતી. પતિએ તેની ઘાયલ પત્નીને હોસ્પિટલ લઈ જવા માટે રાહદારીઓ પાસેથી મદદ માંગી પરંતુ કોઈએ મદદ ન કરી હતી. ત્યારબાદ પતિએ તેની પત્નીના મૃતદેહને બાઇકની પાછળની સીટ પર બાંધી મધ્યપ્રદેશના પોતાના ગામ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે ઘાયલ પતિની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે ટ્રક પર લાલ નિશાન હતા, પરંતુ તે ટ્રકના કદ કે કંપની વિશે વધુ માહિતી આપી શક્યો નહીં. આટલી ઓછી માહિતી હોવા છતાં, પોલીસે હાર માની નહીં અને AI ટેકનોલોજીની મદદથી તપાસ શરૂ કરી. પોલીસે ઘટના સ્થળની આસપાસના ત્રણ અલગ અલગ ટોલ નાકાઓ પરથી CCTV ફૂટેજ એકત્રિત કર્યા. આ ફૂટેજની તપાસ કરવા માટે બે ખાસ AI અલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અલ્ગોરિધમ કમ્પ્યુટર વિઝન ટેકનોલોજી પર આધારિત હતા.

પહેલા અલ્ગોરિધમ ફૂટેજમાં લાલ નિશાનવાળા બધા ટ્રકો શોધવામાં સફળ રહ્યો. આ પછી, બીજા અલ્ગોરિધમ દ્વારા આ ટ્રકોની સરેરાશ ગતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું જેથી અકસ્માત સમયે કયો ટ્રક હાજર હોઈ શકે તે ઓળખી શકાય. તેના આધારે, પોલીસે અકસ્માત સ્થળથી 700 કિમી દૂર ગ્વાલિયર-કાનપુર હાઇવે પરથી ટ્રક અને તેના ડ્રાઇવરની ધરપકડ કરી.

Advertisement

Advertisement
Tags :
aiHelphit and run caseNagpur policeSolved
Advertisement
Next Article